🙏🏻 લોકશાહીના મંદિરની મુલાકાતે🙏 આજ રોજ તા. - 23 માર્ચ 2018 અને શહીદ દિન ના રોજ લોકશાહીના મંદિર સમા ગુજરાતના એપી સેન્ટર એવા ગાંધીનગર મધ્યે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ અને પ્રશ્ર્નોતરીના જીવંત સત્રની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. સૌ મિત્રો અને માગઁદશઁક એવા વડીલો ના સાનિધ્યમાં આ મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. જાણે ગાંધીનગરના એક નાના હોલ માંથી ગુજરાતના 6 કરોડની જનતાનો દોરી સંચાર થતો હોય તેવું માલુમ પડ્યું. ભવ્યાતિભવ્ય વિધાનસભા સંકુલ અને નયનરમ્ય ફુલોથી સુશોભિત વિશાળ પરિસર ખૂબ જ આકષઁક હતાં. તો પરિસરની સિક્યોરિટી સિસ્ટમ અને ગૃહમાં સાજઁટો દ્વારા સંચાલિત સિક્યોરિટી સીસ્ટમ ખૂબ કાબિલેદાદ સરાહનીય હતી. પરંતું થોડા સમય પહેલાં સજાઁયેલા વિધાનસભા ગૃહના વરવા દ્રશ્યોના સાક્ષી ગુજરાત બન્યું પછી માનવ સહજ ઉત્કંઠા હતી કે, એવી તે કેવી રીતે થતી હશે ગૃહની કાર્યવાહી કે આજે આ નોબત આવીને ઊભી છે વિકાસના પયાઁય એવા ગુજરાતની?? પરંતુ આ 20 મિનિટની મુલાકાત એકંદરે શાંતિપૂર્ણ ચર્ચામાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે મિઠી રકઝક માં પસાર થયો. વિપક્ષના લોક પ્રતિનિધિઓ તરફથી લોકોના પ્રશ્નોની વાચાનો બહુ સિફતપૂર્વક આંકડાકીય માહિત...