Skip to main content

adcash banner

લોકશાહીના મંદિરની મુલાકાતે

🙏🏻 લોકશાહીના મંદિરની મુલાકાતે🙏

આજ રોજ તા. - 23 માર્ચ 2018 અને શહીદ દિન ના રોજ લોકશાહીના મંદિર સમા ગુજરાતના એપી સેન્ટર એવા ગાંધીનગર મધ્યે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ અને પ્રશ્ર્નોતરીના જીવંત સત્રની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું.

સૌ મિત્રો અને માગઁદશઁક એવા વડીલો ના સાનિધ્યમાં આ મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ.

જાણે ગાંધીનગરના એક નાના હોલ માંથી ગુજરાતના 6 કરોડની જનતાનો દોરી સંચાર થતો હોય તેવું માલુમ પડ્યું.
ભવ્યાતિભવ્ય વિધાનસભા સંકુલ અને નયનરમ્ય ફુલોથી સુશોભિત વિશાળ પરિસર ખૂબ જ આકષઁક હતાં.
તો પરિસરની સિક્યોરિટી સિસ્ટમ અને ગૃહમાં સાજઁટો દ્વારા સંચાલિત સિક્યોરિટી સીસ્ટમ ખૂબ કાબિલેદાદ સરાહનીય હતી.

પરંતું

થોડા સમય પહેલાં સજાઁયેલા વિધાનસભા ગૃહના વરવા દ્રશ્યોના સાક્ષી ગુજરાત બન્યું પછી માનવ સહજ ઉત્કંઠા હતી કે,
એવી તે કેવી રીતે થતી હશે ગૃહની કાર્યવાહી કે આજે આ નોબત આવીને ઊભી છે વિકાસના પયાઁય એવા ગુજરાતની??

પરંતુ આ 20 મિનિટની મુલાકાત એકંદરે શાંતિપૂર્ણ ચર્ચામાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે મિઠી રકઝક માં પસાર થયો.

વિપક્ષના લોક પ્રતિનિધિઓ તરફથી લોકોના પ્રશ્નોની વાચાનો બહુ સિફતપૂર્વક આંકડાકીય માહિતી સાથેના જવાબો ફક્ત યંત્રવત્ લાગ્યા.

શાસકપક્ષ ફક્ત જાણે બચાવમાં ઊતરતો હોય તેવું જણાયું.
ગૃહની કામગીરી એકંદરે નિરસ અને નિરુત્સાહી લાગી આવતી હતી.

લોક પ્રતિનીધિઓને પણ જાણે ગૃહમાં ચચાઁતા પ્રશ્ર્નો અને યંત્રવત્ અપાતા જવાબોમાં રસ ના હોય તેમ અમુક પોતાના મોબાઈલમાં તો અમુક આપસમા ગુફતેગું કરતાં જોવા મળ્યાં.

ગૃહમાં આજ રોજ શહીદ દિન નિમિત્તે એક જન પ્રતિનિધિ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી રુપે ચાર પંક્તિઓ કહી અને ગૃહના સભ્યોએ પાટલી થપથપાવીને તેમને બિરદાવ્યા આ દ્રશ્ય ખૂબ સુંદર હતું કે લોકશાહી ના મંદિર માં આજે કોઈ શહીદોને યાદ તો કરે છે.

થોડા સમય પહેલાં જનતામાં એક માંગ ઊભી થઈ હતી કે જો પટાવાળા પણ સરકારને ભણેલા જોતાં હોય તો ધારાસભ્ય તેમજ સંસદસભ્ય બનવા પણ મિનિમમ લાયકાત હોવી જોઈએ અને રાજસ્થાન સરકાર આ દિશામાં આગળ વધી રહી હોવાનું માલૂમ પડયું છે ત્યારે બે પંક્તિ યાદ આવી ગઈ કે

"ચલાવનાર આજ દેશનું શાસન,
ઘરડાની ફોજમાં મોટા બિમાર છે." 

આ મુલાકાત એક અવિસ્મરણીય રહેશે ગૃહની કાર્યવાહીની સાથે સાથે સચિવાલય સંકુલ-1,2 ની માહિતી મેળવી તો મુખ્યપ્રધાન અને કેબિનેટ મંત્રીઓ ની ઓફીસોને બહારથી વિહંગાલોકન કયુઁ.
આ ઉપરાંત ગૃહના 135 કરોડના ખચેૅ થતાં રિનોવેશન ને નિહાળ્યું તો ગાંધીજી, સરદાર પટેલના કાચની પેટીમાં સચવાયેલા સ્મારકો જોયા.

રોજડી અને ધોળાવીરા માંથી પ્રાપ્ત હડ્ડપીયન સંસ્કૃતિના અવશેષો અને દેવની મોરીના બૌદ્ધ સ્તૂપ ના અવશેષો અને દાબડો જોયો.

તે સિવાય ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ, ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને વિધાનસભા ના ભૂતપૂર્વ અધ્યક્ષો ની ફોટો ના માધ્યમથી જાણકારી પ્રાપ્ત કરી.
આમા વિશેષ ધ્યાન માનસિંહજી રાણા કે જેઓ પ્રથમ લોકો દ્વારા ચુંટાયેલા ગૃહના અધ્યક્ષ હતાં અને કલ્યાણજી મહેતા પછી દ્રિતીય.
સ્વામી વિવેકાનંદ ના ફોટો પાસે તેમજ વિધાનસભાના પટાંગણમાં ફોટોગ્રાફી ની મઝા લઈ સૌ છુટા પડ્યાં.
આમ વિધાનગૃહ જોવાની એક ઈચ્છાએ જાણે અનેક ઈચ્છાઓ ને આંતરમને જાગૃતિ કરી હોય તેવું લાગી રહ્યું છે..
મારા અનુભવો માંથી સાભાર. 
પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490.
prjadeja-shyam.blogspot.in
Kutchi Bawa Talent Hub..🙏🅿️







Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  🙏🏻 ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં https://youtu.be/puhwK0wTGrM તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં ક...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...