🙏આજકાલ ટીવી સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે " બારેય મેઘ ખાંગા થયા " પણ કોઈને ખબર નથી કે આ "બાર મેઘ ખાંગા થવા એટલે શું અને બાર મેઘ ક્યાં??? તો જુઓ આ વિડિયો કે બારેય મેઘ ખાંગા થયા કોને કહેવાય.🌩️⛈️🌨️🌧️🌪️⛈️🌧️🌨️ ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે. ૧. ફરફર ૨. છાંટા ૩. ફોરા ૪. કરા ૫. પછેડીવા ૬. નેવાધાર ૭. મોલ મેહ ૮. અનરાધાર ૯. મુશળધાર ૧૦. ઢેફાભાંગ ૧૧. પાણ મેહ ૧૨. હેલી ૧. ફરફર. જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ. ૨. છાંટા. ફરફર થી થોડો વધારે વરસાદ. ૩. ફોરા. છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ. ૪. કરા. ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ. ૫. પછેડીવા. પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ. ૬. નેવાધાર. છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ. ૭. મોલમેહ. મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ. ૮. અનરાધાર. એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ. ૯. મુશળધાર. અનરાધાર થી વધુ હોય એવો વરસાદ. મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. ૧૦. ઢેફાં ભાંગ. વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ. ૧૧. પાણ મેહ ખેતરો પાણીથ...