Skip to main content

adcash banner

કચ્છી પાઘ : વિસરાતી કલા(ભાગ-1)

https://youtu.be/MYxEzNfW_Fc

Prjadeja-shyam.blogspot.in

YouTube.com/c/KutchiBawaTalentHub

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-1) 


🙏મિત્રો *કચ્છ* જિલ્લાના ઐતિહાસિક ગામ *ફરાદી* મધ્યે કચ્છી પાઘ ના ખરા કસબી એવા *સામજી કુંવરજી કાપડી ઉફેૅૅ કાપડીરાજા કે સામુ રાજા* જેઓ વર્ષોથી ફરાદી માં આવેલ દિવ્ય સ્થાનક એવા  *આશાપુરા માતાજી મંદિરમાં* સેવા-પુજા નિયમિત કરે છે.
આજે કચ્છી પાઘ ના ખરા જાણકારો પૈકીના ફરાદીમાં *ફક્ત બે* જ લોકો જાણે છે ત્યારે આ પરંપરાગત સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના જતનની જવાબદારી આપણા સૌની છે ત્યારે આ વિડિયોના માધ્યમ થકી વિલુપ્ત થતી સાચી કચ્છી પાઘ બાંધણીને સાચવવાનો એક નમ્ર પ્રયાસ યુ ટ્યુબ ચેનલ કચ્છી બાવા ટેલેન્ટ હબની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
ક્ચ્છીપાઘ માં પણ ઘણા પ્રકાર છે.
તેના પ્રત્યુત્તરમાં તેઓ *કચ્છી બોલીમાં* જણાવે છે કે *ગામ અને ગંજા* પ્રમાણે પ્રકારો તેમજ આંટી અલગ પડે છે.

પાઘડીની લંબાઈ પણ મહત્ત્વની છે.
તેમજ તેમાં આવતાં આંટા અને આંટીઘુટી પણ મહત્ત્વની છે.
કોઈ *પાઘડી 12 આટાંની* હોયતો *6 અને 3-3 આંટા* અને જો કોઈ *પાઘડી 9 આંટાની હોય તો 4 અને 3-2 આંટા* આવે.

આ પાઘમાં પાઘડી પહેલાં માથા પર *રુમાલ* બાંધવામાં આવતો જેથી તેને સરળતાથી કાઢી શકાય તેમજ ફરી વાર તેનેજ પહેરી શકાય.
તેમજ પાઘડીનો ઉઠાવ પણ આકષઁક બને છે.

આજે *70 વર્ષો* વિતાવી ચૂકેલા પરંતુ નિયમિતપણે ગામથી દુર આવેલ મંદિરે સેવા પુજા કરવા આવે છે.

ત્યારે જુના સમયની યાદગાર વાતો કરતાં જણાવે છે કે પહેલાં તો દરેક વ્યક્તિ *કચ્છી ફાળીયું (પાઘ માટે પ્રયોજાતો કચ્છી શબ્દ)* બાંધતો.
તેમાય *પડવો(બેસતું વર્ષ)* હોય, *લગ્ન પ્રસંગ* હોય કે ગામનો કોઈ પ્રસંગ ત્યારે સૌ પોત પોતાના ફાળીયા બાંધીને આવતાં.
આ સમયે કોનું ફાળીયુ ચડીયાતું કે સારું બાંધેલ છે તેની ચર્ચાઓ થતી.
જેમાં
*મમભા ટીલાટ, મુળવાજી ટીલાટ, ખાનુભા, રતનજીદાદા, ગમુભા, રણજુભા, નટુભા, રામો પીર, ભાણજી પીર* વગેરેની પાઘનીં નોંધ લેવાતી.
દરેક વડીલો કચ્છી પાઘડીની આગવી શૈલીમાં શોભતા.
પરંતુ આજે ગામમાં ફક્ત બે જ વડીલો (એક 90 વર્ષ અને એક 70 વર્ષની ઉંમર ધરાવે છે.) આ બાબત આપણી પેઢીની ઉદાસીનતા દેખાડે છે.

પરંતુ આજે તેઓ અફસોસ સાથે જણાવે છે કે આજે સૌને પ્રસંગોએ પાઘ બાંધવાનો જે ઉમળકો અને ઉત્સાહ છે તે આજની પેઢીમાં  આ પરંપરાગત પોશાક તેમજ પાઘડીની સાચવણ અને શિખવાની *ઈચ્છાશક્તિની* *ઉદાસીનતા* દેખાય છે.
જે ખરેખર નરી વાસ્તવિકતા છે.
આપણાં સૌ યુવાનોએ આ પરંપરાને તેમજ સંસ્કૃતિને સાચવવા બાબતે સભાન બનવાની જરુર છે.
Prjadeja-shyam.blogspot.in ..🙏🏻🅿

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પા

मृत्यु अटल है लेकिन अटल अमर है

🙏🏻दुःखद... मै निशब्द हुं, मै शुन्य मे हुं, लेकीन भावनाओं का ज्वार उमड रहा है। 🙏🏻मृत्यु अटल है लेकिन अटल अमर है🙏🏻 भारतरत्न औरपूर्व प्रधानमंत्री एवं भारतीय राजनीतिके भीष्म पितामह अटल बिहारी वाजपेयी का aiims हॉस्पिटल में निधन। 🙏🏻जानें इनका राजनीतिक सफ़र🙏🏻 भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी का 16 अगस्त 2018 को दिल्ली के एम्स में शाम 05 बजकर 05 मिनट पर निधन हो गया. अटल बिहारी वाजपेयी को गुर्दा (किडनी) की नली में संक्रमण, छाती में जकड़न, मूत्रनली में संक्रमण आदि के बाद 11 जून 2018 को एम्स में भर्ती कराया गया था. अटल बिहारी वाजपेयी के निधन पर पीएम मोदी का ट्वीट: मधुमेह से पीड़ित वाजपेयी का एक ही गुर्दा काम करता था. हालांकि, इन सबमें डिमेंशिया से भी अटल बिहारी वाजपेयी सबसे ज्यादा पीड़ित थे. 🙏 डिमेंशिया क्या है?🙏 डिमेंशिया किसी खास बीमारी नहीं, बल्कि एक अवस्था है. डिमेंशिया में इंसान की याददाश्त कमजोर हो जाती है और वह अपने रोजमर्रा के काम भी ठीक से नहीं कर पाता है. डिमेंशिया से पीड़ित लोगों में लघु याददाश्त जैसे लक्षण भी देखने को मिलते हैं. अकसर लोग डिमेंशिया को सिर्फ एक भ