Skip to main content

adcash banner

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub 



🙏🏻 ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏

(ભાગ-2)


🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ. 

આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,

 હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ

ઉંમર-91 વર્ષ 
ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ 
91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાંhttps://youtu.be/puhwK0wTGrM તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે.

મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે.

રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે.

રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે.
તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે છે પરંતુ  જ્યારે છાપું વાંચવા કે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચવા લે છે ત્યારે(અખ્યું અના ખાસી આય) આંખોની રોશની તો હજી નરવી છે તેવા કચ્છી બોલીસાથે હસતાં હળવી મજાક કરે છે.
દાંત તો આગળ લખ્યું તેમ  યુવાનોને શરમાવે તેવા મજબૂત, જે આ ઉંમરે સોપારી ખાઈ શકે છે.

સંતાનો-7(હાલ-5) અને પૌત્ર-પૌત્રીઓ થઈને 15 એમ ખુબ મોટા કુટુંબના મોભી અને વડીલ જાણે વડલાની વટવૃક્ષ છાયા સમાન છે.
મારાજ પોતે પાછા પ્રવૃત્તિશીલ રહેતાં આજે પણ પોતાની આગવી કળાથી વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવતાં રહે છે.
દેશી ખાટલા ભરવાં, બળદોની નાથ, આસનીયાં, દોરી ગુંથવી વગેરે કાયઁમાં જીવનના અનુભવોનો નિચોડ સાથે પોતાની કારીગરીનો આનંદ વ્યક્ત કરે છે.

આજુબાજુના (ગામગંજે મે) ગામ - ગંજામાં પણ હવે મારી ઉંમરનો માણસ નહીં હોય તેમ હળવી હાસ્યશૈલીમાં જણાવે છે.
જીવનને બહુ ગંભીરતાથી ના લેતાં જો હળવુંફુલ માનીને જીવી જાણીએ તો જીવન જીવવાની પણ એક મઝા હોય છે તેવો મમઁ જાણે હળવીશૈલીમાં સમજાવી જાય છે. જે ખરેખર સત્ય છે.
તેમના દિધાઁયુૅનુ રહસ્ય પણ જાણે આજ વાત હોય તેવો અણસાર આવે છે.

આજેપણ મારાજ ખૂલ્લે માથેનો નિકળતા માથે સફેદ રુમાલ બાંધે છે તો પ્રસંગોપાત આજે કચ્છી પાઘ (ફાળીયુ) બાંધે છે.
ત્યારે જણાવે છે કે તેમના સમયમાં દરેક વ્યક્તિ માથે પાઘ કે રુમાલ બાંધતાં તેમજ ખૂલા માથે કોઈ વ્યક્તિ જોવાનો મળતી.
એ સમયમાં કોની પાઘ સારી બંધાતી એ બાબતની ચર્ચામાં તેઓ જણાવે છે કે આમતો દરેક વ્યક્તિ ફાળીયુ બાંધતાં પણ તેમાં મમભા ટીલાટ(મોમાયાજી કાંયાજી જાડેજા-જાડેજા કોટઁ મેમ્બર-ફરાદી જાગીર ટીલાટ)નો ભુજ દરબારમાં પણ શ્રેષ્ઠ પાઘનો નંબર આવતો.
જેનાં પર એક દુહો હીરા મારાજ ગોરે લખેલો જે ગાઈ સંભરાવ્યો.
ગામ ફરાદી મમુભા રાય,
સમરે આશાપુરા સહાય.
 ડેલીએ ભાયાતો ભેગી થાય,
અમલપાણી-કસુંબા થાય.
ભુજ કોટઁમાં પહેલી ખૂરશી બાવા.
હજુરીમે કમુ ખવાસ હાજર બાવા.
કર જોડી ગોર હીરો ગાવે બાવા,
તમને સદાય આશાપુરા સહાય બાવા. 

જુનાં સંસ્મરણો વાગોળતાં આંખોમાં ચમક દેખાય છે.
તો ઉત્સાહથી વાત આગળ વધારતાં કહે છે કે બાપાલાલ ટીલાટ(મુળવાજી મોમાયાજી જાડેજા), ખાનુભા, રામસંગજી વનાજી, ગોવિંદજી, રણજુભા, લધુભા ભગવાનજી, ગમુભા, પાંચુભા, હરભમજી,

ઉપરાંત તુંવર-પીર માં વાઘજી પીર, ભાણજી પીર, સામંત પીર, રામો પીર, દેવા પીર, હમુભા પીર વગેરે તો


મારાજ માંથી મોરારજી જોશી, વેલજી ભગવાનજી, શામજી રણછોડ, મોહનજી હરીરામ, દેવજી ખેરાજ, મોહનજી વેલજી
 વગેરેની પાઘ નોંધપાત્ર હતી તો આજે (આંઉ અને રાજા બચ્યાં અઈયો) હું ને કાપડી રાજા બચ્યાં છીએ તેમ આછેરા સ્મિત સાથે જણાવે છે.


આ લોકો દરરોજ પાઘ બાંધીને જ નીકળતાં તો ઘણાં લોકો લાલ કે સફેદ માટો રુમાલ બાંધતાં.
આ ઉપરાંત પ્રસંગોપાત, તહેવારો, પડવો,નવરાત્રી, લગ્ન પ્રસંગે, ફાળીયું(પાઘ) અને ભેઠ બાંધીને લોકો ઉત્સાહથી તૈયાર થતાં.
પરંતુ આજે આ ઉત્સાહ અને શિખવાની ધગશ ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત યુવાનોમાં ભાગ્યે જ જોવા મળે છે.
પોતાનો આ વારસો પોતાના પૌત્રને (🐅)ને આપીને જાવો છે એમ હસતાં મોઢે રમુજ સાથે જણાવે છે.


તેઓના પૌત્ર ઉપરાંત ગામનાં યુવાનો આ કળા શીખી વારસાને જીવંત રાખે(આપણે પણ વિડિયોના માધ્યમ થકી વિલુપ્ત થતી કળાને સાચવીએ) તેમજ ઈશ્ર્વર મારાજને દિધાઁયુૅ અર્પે અને આમજ હસી મઝાક સાથે જીંદગીની સફર ખેડે તેવી પ્રાર્થના સહ.

📽🎥📹યુ ટ્યુબ ચેનલ📹🎥
ક્ચ્છી બાવા ટેલેન્ટ હબ ટીમ
વિડિયો જોવા આપેલી લિંક પર ક્લિક કરો.













Https://youtube.com/c/KutchiBawaTalentHub

Contact
Kbthub@gmail.com

Please Subscribe
Like
Comment
Share..🙏🅿️



.... આગળના લેખો માટે મુલાકાત લ્યો.
prjadeja-shyam.blogspot.com

Contact karo-
 kbthub@gmail.com

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...