Skip to main content

Posts

adcash banner

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

Pmkisan yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Check your beneficiary status Pmkisan yojana 🔊પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિમાં દરેક ગામના લાભાર્થીઓનું લીસ્ટ જોવા માટે આપેલ લિંકમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો ડાયરેકટ નામ ચેક કરો. દરેક ગામનું લિસ્ટ અંહી જોવો.  📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર  ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ➡️Select the state, district, taluka, village in the given link to see the list of beneficiaries of each village in the Prime Minister's Kisan Sanman Nidhi.  Check the direct name.  See a list of each village here. Check your status as a

ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી.  

🙏🏻ભજનની ભૂમિ : ફરાદી-કચ્છ

🙏🏻ભજનની ભૂમિ : ફરાદી-કચ્છ  કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરની જુગલ જોડી  ભજન માટે આપેલ લિંક પર ક્લિક કરો ⬇️ https://youtu.be/Y6qrDXm8wrg #mayabhai_ahir, #kirtidan_gadhvi ફરાદી મધ્યે મહા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે રાજગોર મણિશંકર પરિવાર(કારા જ્વેલર્સ - દુબઈ) તરફથી ભીડભંજન મહાદેવ મંદિરના પ્રાંગણમાં  ભવ્ય સંતવાણી /લોકડાયરો/રામભાવ ભજનનો પ્રોગ્રામ રાખેલ.  આ પ્રોગ્રામમાં ગુજરાત કોહિનૂર સૂરસમ્રાટ કીર્તિદાન ભાઈ ગઢવી અને  લોક સાહિત્યકાર હાસ્ય સમ્રાટ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ વેગડ સાઉન્ડના સથવારે પ્રયોજન થયું.  આમ તો ફરાદી, તા. માંડવી (ક્ચ્છ) એ ભજન સમ્રાટ એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુની કર્મ ભૂમી સમાન છે.  વર્ષો સુધી તેઓએ ફરાદીમાં રામદેવપીરના સાનિધ્યમાં ભજનની ભક્તિ /લોકડાયરા કર્યા.  તેઓના સમય બાદ પણ ફરાદી મધ્યે નામી - અનામી ભજન કલાકારોએ પોતાના સુર રેલાવ્યા છે.  ત્યારે લાગે કે ફરાદી ચોક્કસ દૈવત્વ ધરાવતી ભૂમિ લાગે છે માટે જ ફરાદી ના વતની "શ્યામ" એ,  આ ભૂમિ ના ઋણ સ્વિકાર અને પ્રેમ માટે 'મને મારું વતન પ્યારૂ છે' એ ગીત ની રચના 2011 માં કરેલ હતી.  રામદેવપીરના સાક્ષાત્કાર અને આશાપુરાન

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પા

ક્રાંતિવીર સરદારસિંહજી રાણા સાહેબને શ્રધ્ધાંજલી

“વંદે માત્તરમ” સરદારસિંહ રાણા:- એક એવા ક્રાંતિકારી માર્તંડ કે જેણે ભારતીય આઝાદી ની લડત મા અનેક જ્વાળામૂખી જેવા ક્રાંતિકારી ઓનું નિર્માણ કર્યું ,આ લડત મા સશસ્ત્ર ક્રાંતિ ની શરૂઆત કરી, આઝાદી ના યજ્ઞ કુંડ મા એ સમયમાં તન,મન,ધન  થી આહૂતી આપી પરંતુ એનો કોઈ હિસાબ નથી, જેમણે વર્તમાન સમય માં દરેક વ્યક્તિ એ જાણવા આવશ્યક છે પરંતુ દુર્ભાગ્યશ એમણે કરેલા કાર્યો ની માહીતી આપડા સુધી પહોંચી નથી(કારણ કોઈ પણ હોઈ શકે પરંતુ આપડે એમા પડવું નથી..),,જો કે સરદાર સિંહે પોતે ક્યારે પણ નામ માટે આ કામ કર્યું નથી અને ક્યારે પણ એવી આશા નથી રાખી કે મારા કરેલા કાર્યો લોકો સુધી પોહચે .. નહીતર જે વ્યક્તિ એ રવિન્દ્રનાથ ટાગોર ની “શાંતિનીકેતન” અને પંડીત મદન મોહન માલવિયાજી ને  “બનારસ હિન્દુ યુનિવર્સિટી” સ્થાપવા મા  સિંહફાળો હોય એ પોતાનું એક મેમોરિયલ ન બનાવી શકે?? પરંતુ એમણે એ નોતુ કરવા નું .. આજે ૧૦એર્પિલ ૧૮૭૦, એમની ૧૫૦ ની જન્મ જંયતી નીમ્મીતે એમણે કરેલા અનેક કાર્યો માં ના અમુક કાર્યો વિશે ખૂબ જ ટૂકમાં માહીતી આપવા ઇચ્છુ છું . • રાજકોટ ની આલફ્રેડ હાઈસ્કૂલ માં ગાંધીજી અને સરદાર સિંહ રાણા બન્ને સહાધ્યાયી હતા.. ગાંધીજી તેમને સ

કચ્છ રાજ્ય દરમિયાનની ભૂગોળનું પાઠ્યપુસ્તક.

Free Download book Click here... https://drive.google.com/file/d/1n2XrnhR5tHxOhQo8qV1-XPQWq-7Lya4K/view?usp=drivesdk

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

Ad