Skip to main content

adcash banner

ક્રાંતિવીર સરદારસિંહજી રાણા સાહેબને શ્રધ્ધાંજલી

“વંદે માત્તરમ”


સરદારસિંહ રાણા:- એક એવા ક્રાંતિકારી માર્તંડ કે જેણે ભારતીય આઝાદી ની લડત મા અનેક જ્વાળામૂખી જેવા ક્રાંતિકારી ઓનું નિર્માણ કર્યું ,આ લડત મા સશસ્ત્ર ક્રાંતિ ની શરૂઆત કરી, આઝાદી ના યજ્ઞ કુંડ મા એ સમયમાં તન,મન,ધન  થી આહૂતી આપી પરંતુ એનો કોઈ હિસાબ નથી, જેમણે વર્તમાન સમય માં દરેક વ્યક્તિ એ જાણવા આવશ્યક છે પરંતુ દુર્ભાગ્યશ એમણે કરેલા કાર્યો ની માહીતી આપડા સુધી પહોંચી નથી(કારણ કોઈ પણ હોઈ શકે પરંતુ આપડે એમા પડવું નથી..),,જો કે સરદાર સિંહે પોતે ક્યારે પણ નામ માટે આ કામ કર્યું નથી અને ક્યારે પણ એવી આશા નથી રાખી કે મારા કરેલા કાર્યો લોકો સુધી પોહચે .. નહીતર જે વ્યક્તિ એ રવિન્દ્રનાથ ટાગોર ની “શાંતિનીકેતન” અને પંડીત મદન મોહન માલવિયાજી ને  “બનારસ હિન્દુ યુનિવર્સિટી” સ્થાપવા મા  સિંહફાળો હોય એ પોતાનું એક મેમોરિયલ ન બનાવી શકે?? પરંતુ એમણે એ નોતુ કરવા નું ..
આજે ૧૦એર્પિલ ૧૮૭૦, એમની ૧૫૦ ની જન્મ જંયતી નીમ્મીતે એમણે કરેલા અનેક કાર્યો માં ના અમુક કાર્યો વિશે ખૂબ જ ટૂકમાં માહીતી આપવા ઇચ્છુ છું .
રાજકોટ ની આલફ્રેડ હાઈસ્કૂલ માં ગાંધીજી અને સરદાર સિંહ રાણા બન્ને સહાધ્યાયી હતા.. ગાંધીજી તેમને સદુભા કહી ને સંબોધતા હતા..
ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ માટે પૂના અને મુંબઈ ગયા, જયા લોકમાન્યટીળક, સુરેન્દ્રનાથ બેનર્જી વગેરે સાથે સંપર્ક મા આવ્યા. ત્યાર બાદ લંડન બેરીસ્ટર ની ડીગ્રી માટે જવાનું થયું ત્યાં મેડમ ભિખાયજી કામા અને શ્યામજી કૃષ્ણવર્મા નો સંપર્ક થયો..
એમણે મળી ને “ઇન્ડિયા હાઉસ” ની સ્થાપના કરી..ત્યારે સરદારસિંહ ગિરા ના મોટા વેપારી બની ગયા હોવાથી આ લડત માં ધન ની પૂર્તી કરવા નું મોટા ભાગ નું કામ એમના શિરે હતું
અંગત જીવન ની વાત કરીયે તો સરદાર સિંહ ની ક્રાંતિકારી પ્રવર્તી ના ભય થી અંગ્રેજો એ તેમને આજીવન દેશ નિકાલો આપ્યો હતો..તેથી તેમણે ફ્રાંસ થી આઝાદી ની લડત લડવા નું નક્કી કર્યું  ત્યારે તેમના ધર્મ પત્ની સોનબા એ તેમને પત્ર લખી કહ્યું કે ત્યાં તમે બીજા લગ્ન કરી લેજો..તેથી તેમણે ત્યાં એક જર્મન મહિલા રુસી(જેમનો આગળ જતા ભારત મા બોમ્બ બનાવવા ની થીયરી પહોંચાડવા માં મોટો ફાળો છે) સાથે લગ્ન કર્યા પરંતુ એ લગ્ન મા શરત એ હતી કે “આપણા થી કોઇ બાળક નહી હોય”
તે ભારતીયો ને શિક્ષા માટે શિષ્યવૃત્તિ આપતા (જેના નામ મહારાણાપ્રતાપ શિષ્ય વૃતિ, શિવાજી શિષ્યવૃતિ વગેરે હતા) પણ આ શિષ્ય વૃતિ માટે ની શરત એટલી કે તેમને અંગ્રેજો ની નોકરી નહી કરવાની
લીમડી સ્ટેટ એ તેમના કીશોરાવસ્થા  મા દત્તક લેવા ની ઇચ્છા વ્યક્ત કરેલી પરંતુ તેમણે ના પાડેલી..
મદન લાલ ઢીંગરા એ કર્નલ વાઈલી ની હત્યા કરી હતી એ બંદૂક રાણાજી ની હતી..
વિર સાવરકર પણ તેમની શિષ્યવૃત્તિ માં થી ભણેલા
આ ઊપરાંત આઝાદ ભારત ની પ્રથમ સંસદમાં એવા 60%-70% સાંસદો હતા જે તેમની શિષ્ય વૃતિ થી ભણેલા હતા.
તે સમય ના આંતર્રાષ્ટ્રીય રાજનીતિ  મા પણ એમનો મહત્વ નો હીસ્સો છે..સુભાષચંદ્ર બોઝ ની હીટલર સાથે ની મુલાકાત અને સુભષબાબુ નું રેડીયો પર થી ભારત ને સંબોધન ની તમામ વ્યવસ્થા સરદારસિંહ જ કરેલી (તે બન્ને નો પત્ર વ્યવહાર ઘણો લાંબો અને ગોપનીય છે જે ગોપનીય જ રાખવા મા આવશે)
કલાપી અને રવિન્દ્રનાથ ટાગોર પણ પોતા ની વિવિધ કૃતિઓ પ્રથમ તેમને પત્ર દ્વારા મોકલતા અને તેમનું મંતવ્ય જાણવા તત્પર રેહતા.
ઈગ્લેન્ડ ના ફ્રાંન્સ પર દબાણ કર્યુ કે સરદાર સિંહ અમને સોંપી દો પરંતુ ફ્રાંસે તેમને સોંપવા ની  ના પાડી અને તેમને 6 મહીના ત્યાં ના એક ટાપુ પર નઝર કેદ કરેલા પછી મુક્ત કરેલ..
પેરિસ મા એફીલટાવર ની ખૂબ જ નજીક માં એમનો આલીશાન બંગલો હતો. જે સામાન્ય રીતે હરરોજ ભારત થી આવતા ક્રાંતિકારી ઓ ના મેળાવડા થી ભરેલો રેહતો.લાલાલજપતરાય એ ત્યાં 6 વર્ષ રોકાઈ ને પોતાનું પુસ્તક “અનહેપી ઈન્ડીયા “ લખ્યું હતું
સરદાર સિંહે સેનાપતિ બાપાટ ને બોમ્બ બનાવવા ના મેન્યુઅલ સિખવા રશિયા મોકલેલા અને આ મેન્યુઅલ હીરા ઝવેરાત ના દાગીના વિટી ભારત પહોંચાડેલું ..
નેહરુ ની માતા ને જ્યારે પેરીસ હોસ્પીટલ સારવાર માટે લાવેલા ત્યારે તેનો તમામ ખર્ચ અને બીજી વ્યવસ્થા સરદારસિંહે કરેલી..
તેઓ “હોમરુલ સોસાયટી” ના વાઇસચેરમેન હતા.
“ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ” સમાચાર પત્ર ની શરુઆત તેમણે અને શ્યામજી કૃષ્ણવર્મા એ કરી હતી.. જેના તંત્રી પદે શ્યામજી કૃષ્ણવર્મા હતા.
ફ્રાંસ સરકારે તેમને ત્યાનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવાલિયર’(જેમ ભારત મા ‘ભારત રત્ન’ છે તેમ) થી સન્માનીત કરેલા..
સાવરકર નું પુસ્તક ‘વોર ઓફ ઇન્ડિપેન્ડેન્સ-૧૮૭૫’ જેના પર અંગ્રેજો એ પાંબંદી નાંખેલી તે મહા મુશ્કેલી થી લંડન માંજ છપાવ્યું.
ઈ.સ. ૧૯૦૭ માં જર્મન ના સ્ટુટગાર્ડ શહેર મા યોજાયેલી “આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ” મેડમકામા અને સરદાર સિંહ રાણા એ ભારત નો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવેલો જે આજે પણ તેમના પ્રપોત્ર “રાજેન્દ્રસિંહજી રાણા” ના નિવાસ સ્થાન ભાવનગર ખાતે હયાત છે.
૧૯૪૭ મા જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તત્કાલીન વડાપ્રધાન  નેહરૂ એ તેમને લેવા માટે ચાર્ટર મોકલેલું .
જ્યારે સરદાર સિંહ ભારત આવ્યા અને તે સભખંડ મા પહોચ્યા જ્યા ગાંધીજી બેઠાહતા અને ત્યારે ગાંધીજી નું વર્ષો થી એ નિયમ કે અઠવાડીયા ના એ વારે તેઓ મૌન વ્રત પાળતા પરંતુ સરદાર સિંહ ને જોય ને તેઓ એ આ નિયમ તોડી “આવો સદુભા” એમ કહીં ભેટી ગયા હતા..
૨૦ મે ૧૯૫૭ વેરાવળ સરકીટ હાઉસ ખાતે તેમણે અંતિમ શ્વાસ લિધા..
આમ,કાંઇ પણ મેળવવા ની આશા વગર તેમનુ સમગ્રજીવન સમગ્ર સંપતી અને પોતાનુ સર્વસ્વ દેશ ને સમર્પિત કરી. પોતા નું જીવન સાર્થક કર્યું
તેમના જીવન સમગ્ર ની માહીતી અને ફોટોસsardarsinhrana.com વેબસાઈટ પર  છે.

જેનું ઉદ્દઘાટન બે વર્ષ પેહલા અમદાવાદ ખાતે RSS ના માનનીય સરસંઘચાલક મોહન ભાગવતજી એ કરેલું તે પ્રોગ્રામ વિડિયો.

https://youtu.be/FxrPv-Dtaw4


“ભારતમાતા કી જય”
Copied. 

Comments

Ad

Popular posts from this blog

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏 🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡 જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો. અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો. આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂ...