Skip to main content

adcash banner

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં..

નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️

https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk

કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ.

જમીન મહેસુલનો ઈતિહાસ. 

એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે..
https://youtube.com/c/KutchiBawaTalentHub 
   મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પાણીપત્રક એ પ્હાણીપત્રક છે.. પ્હાણી એટલે પાક અથવા ક્રોપ..એના વિવરણને તુલવારી કહેવાય છે...જમીનનું જે ભાડું હોય એને ગણોત કહેવાય એને ચૂકવનાર એ ગણોતિયો..જમીનનું રેકર્ડ દુરસ્ત કરવા માટે જે પત્રક હોય છે એનું નામ કમીજાસ્તી પત્રક..આ બધા શબ્દો જે તે શાસનપ્રણાલી સાથે આવેલા છે અને આજેપણ અડીખમ છે..બે હકકવાળી જમીનને દુમાલા કહેવાય...જમીનનો ભોગવટો જુની શરત અને નવી શરત એવા શબ્દોમાં વ્યકત થાય છે..'રેવન્યૂ રાહે નિકાલ' એ એવો શબ્દ છે જેની અર્થછાયા પકડવી મુશ્કેલ છે..

    આપણા સુપ્રસિદ્ધ લેખક ર.વ.દેસાઇ ગાયકવાડી રાજયમાં મહેસૂલી અધિકારી હતા જે સૂબાસાહેબ કહેવાય..આજે આપણે એને પ્રાંત અધિકારી કહીએ છીએ..કલેક્ટર લાટ સાહેબ કહેવાતા..મામલતદારો ભાઇસાહેબ..મામલતદાર એટલે મામલો ઉકેલનાર ! જે અરેબિક શબ્દ MUAMLA ઉપરથી આવ્યો છે..શિરસ્તેદાર,અવલ કારકૂન કે દફેદાર જેવાં પદો આજે નવાઇપ્રેરક લાગે. પણ એમનો દબદબો હતો.તલાટી શબ્દ પણ ગુજરાતી નથી..એની કચેરીને ચાવડી કહેવાય એ કદાચ મરાઠી શબ્દ છે.એક જમાનામાં નાનકડા તાલુકા હતા જે 'મહાલ' કહેવાતા અને એના અધિકારી એટલે મહાલકારી..રેવન્યૂ કચેરી એટલે દફતર.."દસાડા દફતરમાં જ નથી" એવી લોકોકિત પ્રચલિત છે..પન્નાલાલ પટેલની એક સરસ વાર્તા છે "ઘડાતો તલાટી" જેમાં વહીવટી જગત અને માનવસંવેદનાનું ગજબ નિરૂપણ છે..

 નદીના કાંઠા ઉપર જે જમીન ખુલ્લી થાય એને ભાઠાની જમીન કહેવાય..સૌથી ફળદ્રુપ જમીન એટલે કયારીની જમીન એ પછી આવે બાગાયત.. અને સરેરાશ જમીનનું મહેસૂલી નામ છે જરાયત..ખેડૂત જે લોન લે એને તગાવી કહેવાય..પાણીના વેરા ને પિયાવો કહેવાય..આ બધા શબ્દો એ પ્રચલિત ભાષાશાસ્ત્રથી અલગ છે...દરેક ખેતર એક સર્વે નંબર હોય  છે જે સામાન્ય રીતે સળંગ ક્રમમાં હોય..કયાંક ક્રમ તૂટે તો અલગ નંબર પડે જેને "ઉડાફા નંબર " કહેવાય..જમીનના ટેસ્ટને નિમતાણો કહેવાય...મહેસૂલી અધિકારીના પ્રવાસને ફેરણી કહેવાય..જમીન મૂલ્યાંકનને મોજણી કહેવાય..બાકી વેરાની નોંધ એટલે આકારણી..ફોડવારી પણ હોય..


મહેસૂલી જગત અનેક શાસકોના પ્રભાવ હેઠળ વિકસ્યું છે..સત્તા નિયમો કાયદાઓ અને અનેકવિધ કામગીરી એ એની વિશેષતા છે..એમાં અરબી ફારસી મરાઠી પોર્ટુગીઝ અંગ્રેજી જેવી ભાષાઓની મહેંક છે..પરંપરાઓ છે.. મજકુર, ઇસમ, તકરાર , બખેડો, જેવા શબ્દો હજુ પણ વપરાય છે..આવા શબ્દોની એક યાદી સી.એમ.જોશી નામના નિવૃત્ત આઇ.એ.એસ.અધિકારીશ્રીએ તૈયાર કરેલી છે જે અત્યંત રસપ્રદ છે..કુલીનચંદ્ર યાજ્ઞિક "વહીવટ ની વાતો" નામે પુસ્તકોમાં સરસ અનુભવો આલેખે છે..લલિત દલાલ જે ગુજરાતના મુખ્ય સચિવ હતા એ આઇ.સી.એસ અમલદારોની છેલ્લી કડી સમાન હતા..એમણે "સનદી સેવાનાં સંભારણાં " એ નામે  સાહિત્યિક મૂલ્ય ધરાવતું પુસ્તક લખ્યું છે..પી.કે.લહેરી સાહેબ વૈવિધ્યસભર લેખો લખે છે એ પણ નિવૃત આઇ એ.એસ.અધિકારી છે..

     વી.આર.ઐસ કૌલગીને સાંભળવા એ લ્હાવો ગણાય..કોહેલ્લો નામના કલેકટર હતા જેમને પદ્મશ્રી મળેલો..જાહેરસેવક માટે આ અપવાદરૂપ ઘટના છે..કોઠાસુઝ, હૈયાઉકલત અને ત્વરિત નિકાલ એ મહેસૂલી અધિકારી માટેનાં આવશ્યક લક્ષણો છે..મોરારજી દેસાઈ પણ રેવન્યૂ ઓફિસર હતા..ક.મા.મુનશીના પિતાશ્રી પણ મામલતદાર હતા..એમના વડવાઓ એટલે કે "ટેકરાના મુનશીઓ" મોટેભાગે મહેસૂલી અધિકારીઓ જ હતા. મુનશી એટલે જ સફળ લેખકની સાથેસાથે એટલા જ સફળ વહીવટદાર પણ હતા...મહેસૂલી અધિકારીઓને વ્યાપક અનુભવો ,જાણકારી,અજાણ્યા પ્રદેશો, પડકારો અને આકસ્મિકતાઓ વચ્ચે રસ્તો કાઢવો પડતો હોય છે એમાં જો શબ્દ ની છટા ભળી જાય તો અવનવા અનુભવોથી વાચક ન્યાલ થઈ જતો હોય છે..
સંકલન

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  🙏🏻 ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં https://youtu.be/puhwK0wTGrM તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં ક...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...