Skip to main content

adcash banner

ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ

ભાગ - ૧

ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ

કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે.
સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી.
કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું.
આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે.
આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં.
આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.
       ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ.
આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે.
ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી.
      ઈ.સ.2019નો ડેલીનો ફોટોગ્રાફ⬆️
         ઈ.સ.2020 નો ડેલીનો ફોટોગ્રાફ⬆️
ઈ.સ.2014નો ફોટોગ્રાફ ⬆️
કેટલાય વર્ષોથી તપસ્યામાં લીન કોઈ ઋષિમૂની જેમ આ ડેલી પણ પોતાના કાયાપલટની રાહમાં સમાધિષ્ઠ ઋષિ જેવી લાગતી!!
        ઈ.સ. 2007નો ફોટોગ્રાફ ⬆️⬇️
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કચ્છમાં ઈ.સ.1510 થી ઈ.સ.1948 સુધી રાજધાની ભુજ મધ્યે મહારાવશ્રી ખેંગારજી પ્રથમના વંશ વારસોએ રાજસત્તા ભોગવી.
મહારાવ ખેંગારજી પ્રથમની છઠ્ઠી પેઢીએ મહારાવશ્રી રાયધણજી પ્રથમ (ઈ.સ. 1666-ઈ.સ.1698) થયા.
તેઓને નવ કુંવરો હતા.
જેઓને નીચે મુજબ ગામ ગરાસ મળેલ હતો.
1)કુંવર નોંઘણજી - કોઠારા, સુથરી, સાભરાઈ,ગોણિયાસર, ચિયાસર, કોટડા, નરા, રવ, અકરી, પાનેલી.
2)કુંવર રવાજી-કટારીયા, મોરબી, માળિયા, લાકડિયા, ચિત્રોડ, કુંભારડી, વિજપાસર, વાંઢીયા.
3કુંવર પ્રાગમલજી પ્રથમ - ભુજની ગાદીએ બિરાજમાન
4)કુંવર ગોપાલજી - ફરાદી, રાજડા, ભીંસરા, ટપ્પર, મેરાઉ.
5) કુંવર સુજોજી-બાડા, તેરા.
6)કુંવર જુણોજી-કેરા, ભાચુંડા, ભાનાડા.
7)કુંવર આસોજી- બિદડા
8)કુંવર લખધીરજી - કપુરાશી, ખૂડી
9)કુંવર અજોજી
રાજાનો મોટો કુંવર યુવરાજ ગાદી વારસ બને અને બાકીના ભાઈઓ ફટાયા કહેવાય તેઓને અમુક ગામનો ગરાસ મળે છે.
તેઓ ઠાકોર સાહેબ, ટીલાટ કે જાગીરદાર તરીકે ઓળખાય છે.
આ જાગીરદારો પોતાને મળેલા ગામમાં દરબાર ગઢ બંધાવે છે.
ફરાદી જાગીર ગઢ અને ડેલીની થોડી ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે.⬇️ 
કોઈપણ ગામમાં ગઢ બાંધવા માટે કચ્છરાજની મંજુરી લેવી જરૂરી હતી અને તેનો ઉલ્લેખ કરવો પડતો.
જેમ કે મોટા આસંબીયા દરબાર ગઢ
શ્રી ગણેશાય નમ:
સં 1777 મહારાવશ્રી દેશળજીના.... ગામશ્રી આસંબીયા મધ્યે.... 
પરવાનગી વગર બંધાયેલા ગઢ કીલ્લા કચ્છરાજ તરફથી તોડી પાડવામાં આવતાં. જેમ કે મોટી મોટી ખાખરનોનો ગઢ કચ્છ રાજ તરફથી તોડી પડાયેલ.
સૌજન્ય - પ્રમોદભાઈ જેઠી
ફરાદી ગઢ બાંધવા માટે આવી કોઈ મંજુરીનો ઉલ્લેખ નથી.
આ ઉપરાંત નોંધનીય બાબત એ છે કે આ ગઢનું બાંધકામ રાયધણજીની હયાતીમાં જ થયેલું એ ગઢની તકતી અને ગોપાલજીના સમયના અન્ય દસ્તાવેજો પરથી ફલીત થાય છે. 
રાયધણજી પ્રથમનો સ્વર્ગવાસ સંવત 1754.
કચ્છના મહારાવશ્રી રાયધણજીના કુંવર ઠાકોર સાહેબ શ્રી ગોપાલજી જાડેજા જેમને ફરાદી, રાજડા, ભીંસરા, ટપ્પર, મેરાઉ નો ગરાસ મળેલ.
ઠા. સા. ગોપાલજી દ્વારા વૈશાખ સુદ ચોથ, સવંત 1740 (ઈ.સ. 1683)ના રોજ વાઘા સલાટ પાસે ગઢનુ બાંધકામ કરાવેલ છે.
ગોપાલજીના મોટા (1) કુંવર અભેરાજજી બાળપણમાં મૃત્યુ પામતાં (2) કુંવર વેરોજી ફરાદી ઠાકોરસાહેબ તરીકે વિધ્યમાન થયાં.
જ્યારે અન્ય ભાઈઓ
(3) રાયબજી - ટપ્પર (બાયઠ ખાતે પાળિયો આવેલ છે) 
(4) કલોજી - ઝુઝાર થયા. 
(5) હાજોજી-ભીંસરા
(6) રાયસંગજી - રાજડા (રાજડા ખાતે પાળિયો આવેલ છે.) 
(7) સુમરોજી - રાજડા
(8) બાંભણજી- મેરાઉ
(9) ઉનળજી- મેરાઉ ગરાસ મળ્યો.
આ ઉપરાંત બે અનૌરસ સંતાન હતા (1) પથુજી અને (2)કમુજી જેઓને 25 પ્રાજા જમીન મેરાઉ ગામમાં આપવામાં આવેલ.
ઠાકોર સાહેબ ગોપાલજી જાડેજાના સમયના દસ્તાવેજો.. જુનામાં જુની સંવત 1712 (ઈ.સ.1656) ની નોંધ પ્રાપ્ત થયેલ છે..🙏🅿️
જુનો લેખ જે વંચાવા લાયક ન હતો.⬆️
⬆️લેખની કાળજી પૂર્વક સાફ સફાઈ કરતાં મિત્રો ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા, લક્કીરાજસિંહ ઝાલા ભાલારા, કુલદીપ સિંહ વાઘેલા ફરાદી, અજયસિંહ ગોહિલ ચમારડી વગેરે😁
   મહેનત માંગી લેતી સાફ સફાઈ પછીનો લેખ ⬆️
આ બાબતનો લેખ ગઢના તોપ વારા કિલ્લાની દક્ષિણ દિશામાં આવેલ છે.
[જેનું વાંચન લક્કીરાજસિંહજી ઝાલા(ક્ચ્છ ઈતિહાસ સંશોધન તેમજ ઉપ પ્રમુખ ઈષ્ટદેશ ઝાલાવાડ સંશોધન મંડળ)- ભાલારા વાળાએ કરેલ છે.]
લખાણની તક્તિ થોડા ઘણાં અંશે કાળની થપાટો અને માનવીય ગતિવિધિઓના કારણે ખંડીત થયેલ છે.
ફરાદી ગઢમાં મુખ્ય પ્રવેશદ્વાર ડેલી અને બે બારીઓ આવેલ છે. જે બજેરી વારો રસ્તો અને જખેડા વારો રસ્તો છે.
ઈ.સ.2001ના ધરતીકંપ પહેલાના ફરાદી દરબાર ગઢ અંદરનો ફોટોગ્રાફ.
ઈ.સ.2001ના ભૂકંપે વેરેલી તારાજીના દ્રશ્યો આજે પણ ફરાદીના દરબારમાં જોઈ શકાય છે.
બે માળ- ત્રણ માળના કચ્છી કમાંગરી ચિત્રકળા અને કોતરણીથી ભરપૂર ઝરૂખા સાથેની મેડીઓ અને બંગલાના ભગ્નાવશેષો જાણે પોતાના પુનરુસ્થાનની રાહ જોઈને બેઠા છે!!
આ ગઢનો મુખ્ય પ્રવેશદ્વાર ડેલી જાણે 337 વર્ષથી આહલેક જગાવતી હોય તેમ, તેમાથી પસાર થનારા દરેકને ઢંઢોરવાનો પ્રયાસ કરતી હશે.!
ત્યારે ઈ.સ. 2011માં સમાજવાડી અને ડેલીનું શરુઆતી કામ થાય છે.¡¡
જે સમયાંતરે રીનોવેશન થકી આજની સ્થિતિએ પહોંચેલ છે.
⬆️ગઢની બાજુમાં સમાજવાડીની સ્થાપના ઈ.સ.2011માં કરવામાં આવેલ છે.
જેમાં શહેરોમાં પણ ના હોય તેવી લગ્ન પ્રસંગને અનુરૂપ દરેક સુવિધાઓ  ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
તાજેતરમાં ફરાદી જાડેજા ભાયાત દ્વારા ફરાદી ગઢની ડેલીના પુનરુસ્થાન(રીનોવેશન) થકી તેની ભવ્યતાને ફરી ઉજાગર કરીને અન્ય ગામો માટે ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વિરાસતના જતન માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે પણ આ ડેલી શુભ પ્રસંગોના મેળાવડા થી લઈને દુ:ખદ પ્રસંગની શોકસભાની સાક્ષી રહે છે.
આવી જ રીતે દરબાર ગઢના બચેલા ભગ્નાવશેષો જેવા કે બચેલા કોઠા, ગઢની રાંગ, દેવસ્થાનની જગ્યાઓ, સુરાપુરા અને પાળિયાઓ વગેરેનું પણ જતન થતું રહે તે ઇચ્છનીય છે.¡¡
કચ્છ ઈતિહાસ પરીષદ દ્વારા પ્રસિદ્ધ થતી કચ્છ સાંસ્કૃતિક પત્રિકાના કચ્છના ગઢ અને કિલ્લાઓ વારા પ્રથમ અંકમાં ફરાદી ગઢ વિશેની માહિતી આવેલી હતી.
આથી અંહી કચ્છ ઈતિહાસ પરીષદ અને પ્રમોદભાઈ જેઠીના ઈતિહાસ ઉત્ખનનના કાર્યને બિરદાવી આભાર પ્રગટ કરીએ છીએ.⬇️
આજે જ્યારે આજની યુવા પેઢીને સાફા અને પાઘડીનો શોખ કદાચ સોશિયલ મીડિયાની લાઈક મેળવવા માટેથી જાગ્યો હશે પણ આવનારા સમયમાં આજ વસ્તુ તેને સાંસ્કૃતિક વારસાના જતન અને પુનરુસ્થાન માટે પ્રેરિત કરશે એવી મને આશા છે.
કચ્છી પાઘ શિખવા માટેનો યુ ટ્યુબ વિડિયો લિંક
1)🖥️https://youtu.be/MYxEzNfW_Fc
2)🖥️https://youtu.be/puhwK0wTGrM
આજે કેટલાક નવલોહીયા યુવાનો સાફા, પાઘડી, તલવારબાજી તેમજ પાળિયા અને ઐતિહાસિક ધરોહરની મુલાકાત અને ચિંતન કરતાં નજરે પડે છે જે ખૂબ જ આવકારદાયક પગલું છે.
આજ નો યુવાન વ્યસનોને તજ્ય ગણી ગામ દીઠ એક યુવાન પોતાના ગામને ફરી ઐતિહાસીક તવારીખમાં ઊભું કરે તો આપણાં ઐતિહાસિક વારસામાં ચાર ચાંદ લાગી જાય!!
ફરાદી જાગીરનો ઓરીજનલ આંબો(વંશાવલી). ⬇️
જે આજે યોગ્ય માવજત અને રખરખાવના અભાવે ખૂબ જ ખરાબ હાલતમાં છે.
આ ઉપરાંત ગામમાં સતીઓ, સુરાપુરાના પાળિયાઓ અને છતેડીનું પણ જતન થયેલ છે. ⬇️
ગામનાં વિવિધ ઐતિહાસિક મંદિરો કાયાપલટ સાથે આજે જીર્ણોદ્ધાર થઈ ચુકેલા છે.
જેની વિગતે માહિતી આવનારા સમયમાં આપવામાં આવશે. ⬇️
આજે જ્યારે ડિજિટલ અને ઝડપી યુગમાં યુવાનોને કદાચ પુસ્તકો વાંચવાનો સમય નથી ત્યારે આ જ ડિજિટલ માધ્યમ દ્વારા ઐતિહાસિક માહિતીને ઐતિહાસિક તથ્યો અને સાક્ષ્યો સાથે આપવાનો નાનો અમથો નમ્ર પ્રયાસ છે.
લેખની ત્રુટી બાબત આપના સુચનો, અન્ય માર્ગદર્શન વોટ્સઅપ પર આવકાર્ય છે.
લેખ-
પુષ્પરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજા
ફરાદી-કચ્છ
9998839490
7984454950
અન્ય રસપ્રદ લેખોો માટે આપેલ લિંક પર ક્લિક કરો. 
Www.Prjadeja1.blogspot.com
અમારી યુ ટ્યુબ ચેનલ સાથે જોડાવા માટે નીચે આપેલી લિંં પર ક્લિક કરો. 
Www.youtube.com/c/KutchiBawaTalentHub
x

Comments

Ad

Popular posts from this blog

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏 🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡 જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો. અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો. આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂ...