Skip to main content

Posts

adcash banner

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષે...

ક્રાંતિવીર સરદારસિંહજી રાણા સાહેબને શ્રધ્ધાંજલી

“વંદે માત્તરમ” સરદારસિંહ રાણા:- એક એવા ક્રાંતિકારી માર્તંડ કે જેણે ભારતીય આઝાદી ની લડત મા અનેક જ્વાળામૂખી જેવા ક્રાંતિકારી ઓનું નિર્માણ કર્યું ,આ લડત મા સશસ્ત્ર ક્રાંતિ ની શરૂઆત કરી, આઝાદી ના યજ્ઞ કુંડ મા એ સમયમાં તન,મન,ધન  થી આહૂતી આપી પરંતુ એનો કોઈ હિસાબ નથી, જેમણે વર્તમાન સમય માં દરેક વ્યક્તિ એ જાણવા આવશ્યક છે પરંતુ દુર્ભાગ્યશ એમણે કરેલા કાર્યો ની માહીતી આપડા સુધી પહોંચી નથી(કારણ કોઈ પણ હોઈ શકે પરંતુ આપડે એમા પડવું નથી..),,જો કે સરદાર સિંહે પોતે ક્યારે પણ નામ માટે આ કામ કર્યું નથી અને ક્યારે પણ એવી આશા નથી રાખી કે મારા કરેલા કાર્યો લોકો સુધી પોહચે .. નહીતર જે વ્યક્તિ એ રવિન્દ્રનાથ ટાગોર ની “શાંતિનીકેતન” અને પંડીત મદન મોહન માલવિયાજી ને  “બનારસ હિન્દુ યુનિવર્સિટી” સ્થાપવા મા  સિંહફાળો હોય એ પોતાનું એક મેમોરિયલ ન બનાવી શકે?? પરંતુ એમણે એ નોતુ કરવા નું .. આજે ૧૦એર્પિલ ૧૮૭૦, એમની ૧૫૦ ની જન્મ જંયતી નીમ્મીતે એમણે કરેલા અનેક કાર્યો માં ના અમુક કાર્યો વિશે ખૂબ જ ટૂકમાં માહીતી આપવા ઇચ્છુ છું . • રાજકોટ ની આલફ્રેડ હાઈસ્કૂલ માં ગાંધીજી અને સરદાર સિંહ રાણા બન્ને સહાધ્યાયી હતા.. ગ...

કચ્છ રાજ્ય દરમિયાનની ભૂગોળનું પાઠ્યપુસ્તક.

Free Download book Click here... https://drive.google.com/file/d/1n2XrnhR5tHxOhQo8qV1-XPQWq-7Lya4K/view?usp=drivesdk

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

કચ્છ અને સૌરાષ્ટ્ર - વાયુ વાવાઝોડું : વાવાઝોડામાં સાવચેતીના પગલાં - મનુષ્ય જીવન અમુલ્ય છે.

૧. નંબરનું સિગ્નલ સંભવિત વાવાઝોડાની ચેતવણી ૨. નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે ૩. નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે ૪. નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે.પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.૫ 5. નંબરનું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદરમાં ભારે હવા ફૂંકાઇ તેવી શકયતા છે. ૬. નંબરનું સિગ્નલ (ભય) થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય. ૭. નંબરનું સિગ્નલ (ભય) પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. ૮. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય. ૯. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનાર...

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻 સૌરાષ્ટ્રની રસધારા - આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે, https://www.youtube.com/c/KutchiBawaTalentHub નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે. જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે, કવિએ અટલે તો કહ્યું છે..., "ધડ ધીગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પુજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું." ભગવાન સોમનાથના સાનિધ્યમા જેમનું...

Ad