https://www.youtube.com/c/KutchiBawaTalentHubhttps://youtu.be/xlmMyBYehyA
🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️
Comments
Post a Comment