Skip to main content

adcash banner

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHubprjadeja-shyam.blogspot.in

🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻

પૈસા કેરા સૌ સંબંધો,
પૈસે વેચાય સંબંધો ને જાત.
પૈસા વગર ના કોઈ ઓળખે,
તેના વગર બેકાર દીન-રાત.

પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે,
સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે.

જરૂરત હતી મારે જ્યારે,
સાથ ના મળ્યો કોઈ નો.
આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ,
જ્યાં સબંધ હતો લોહીનો.

મારે ના જોઈએ આવા સબંધો,
ના જોઈએ એ ઠગ જાત.
મારી જાતને પરસેવે વાવીને,
ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️

મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ.
આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે.
તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમાજ ચર્ચાતો જણાય છે.
ઘણીવાર આપણી આસપાસ ના લોકો કે પ્રિયજનો હીતેચ્છુઓ ને ફક્ત આપણાં એક આશ્ર્વાસન ની જરુર હોય છે.
પણ આપણે ઘણીવાર તે પણ આપવામાંથી ઊણાં ઊતરીએ છીએ.
જે ખરેખર દુઃખદ બાબત છે.
એટલે જ એક ખુદ્દાર વ્યક્તિ મનોમન આવા દંભી સબંધો થી પર પોતાની જાતને મહેનત થકી  "શૂન્ય માંથી સજઁન" કે "ઝીરો માંથી હીરો" બનવાની નેમ સાથે સખત પરિશ્રમ કરે છે.
પોતાનો વિકટ રીતે પસાર થયેલ સમય તેમજ અગવડો કે સ્ત્રોતો નો અભાવ, પોતાની આસપાસ રહેલાં હમઉમ્ર લોકો પરના થાય તેવાં પ્રયાસો કરે છે.
 એક અલગ જ દ્રષ્ટિકોણે તે દુનિયાને જોતો થાય છે જે છે "માનવતા".
પર દુઃખે દુ:ખી, પર સુખે સુખી.
ત્યારે જ જન્મે છે પોતાથી પર બીજા માટે જીવવાની જીદ જે દંભ રહીત અને શુધ્ધ માનવીય લાગણીઓથી તરબોળ હોય છે.
જે માટે સંઘર્ષ તો અનિવાર્ય જ છે.
શ્યામ ની કલમે.
શ્યામ ના હસ્તાક્ષર.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").
ફરાદી-કચ્છ.
🙏🏻મિત્રો મારી કવિતા તેમજ ઈંટરેસ્ટીંગ-રસપ્રદ આટીૅકલો-લેખો માટે નીચે આપેલી લીંકો જોતા રહો.
1⃣
http://prjadeja-shyam.blogspot.com

2⃣
https://www.facebook.com/pg/Prjadeja.shyam

3⃣
http://google.com/+PushparajsinhjiRajendrasinhjiJadeja

4⃣
https://prjadejashyam.wordpress.com

5⃣You Tube link https://www.youtube.com/c/KutchiBawaTalentHub

6⃣મો.9998839490..🙏🅿️

Comments

Post a Comment

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

🙏🏻પોસાશે નહીં🙏🏻 આવી જજે તું મોત બની, ડર નથી એ ક્ષણનો મુને. કાયર બનીને જીવવું મારે, એક ક્ષણ પોસાશે નહીં. લડી લઈશ સંજોગો સામે, કરી લઈશ હું ખૂદના કામ. ઝુકાવવાની કોશિશ ના કર, ઝૂકવું હવે પોસાશે નહીં. વાત છે હવે અધિપત્યની, સ્વમાન ની કે આણ ની. એમ ડરીને કેમ જીવવું મારે, ડરવું હવે પોસાશે નહીં. ઉભા કરીશ "શ્યામ" આયુધ ખૂદના, હરાવવા એ સમય તુને. બસ બહું થયો અન્યાય તારો, હારવું હવે પોસાશે નહીં. ક્ષાત્ર નિયમ કમઁ, ધમઁને જાણું, કરૂ ઉપાસના ભગવતીની. પીછેહઠ એ હાર હોય તો, પીછે હઠવું હવે પોસાશે નહીં..🙏🅿️ 🙏🏻મિત્રો તા. 02-01-2011 ના રોજ લખેલી અને આજેય એટલી જ સચોટ રીતે લાગુ પડતી આ મારી કવિતા  ક્યારેક આવી પડેલા  ઝંઝાવાતી ચક્રવાત સમાન વિપરીત સંજોગો જ્યારે તમને વેર વિખેર કરી ચૂર ચૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી અંદર જન્મ લેતી ક્ષાત્રધમઁ સહજ પ્રતિકારક જીદ્દ કે હઠ એ તમને ચોક્કસ વિજય અપાવે છે. બસ જરૂર હોય છે થોડી ધીરજ અને પ્રબળ ઈચ્છા શક્તિ સાથે ના પરિશ્રમ ની. જય માતાજી..🙏🅿️ 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ") ફરાદી કચ્છ. https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos...

પોસાશે નહીં