Skip to main content

adcash banner

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHubprjadeja-shyam.blogspot.in

🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻

પૈસા કેરા સૌ સંબંધો,
પૈસે વેચાય સંબંધો ને જાત.
પૈસા વગર ના કોઈ ઓળખે,
તેના વગર બેકાર દીન-રાત.

પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે,
સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે.

જરૂરત હતી મારે જ્યારે,
સાથ ના મળ્યો કોઈ નો.
આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ,
જ્યાં સબંધ હતો લોહીનો.

મારે ના જોઈએ આવા સબંધો,
ના જોઈએ એ ઠગ જાત.
મારી જાતને પરસેવે વાવીને,
ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️

મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ.
આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે.
તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમાજ ચર્ચાતો જણાય છે.
ઘણીવાર આપણી આસપાસ ના લોકો કે પ્રિયજનો હીતેચ્છુઓ ને ફક્ત આપણાં એક આશ્ર્વાસન ની જરુર હોય છે.
પણ આપણે ઘણીવાર તે પણ આપવામાંથી ઊણાં ઊતરીએ છીએ.
જે ખરેખર દુઃખદ બાબત છે.
એટલે જ એક ખુદ્દાર વ્યક્તિ મનોમન આવા દંભી સબંધો થી પર પોતાની જાતને મહેનત થકી  "શૂન્ય માંથી સજઁન" કે "ઝીરો માંથી હીરો" બનવાની નેમ સાથે સખત પરિશ્રમ કરે છે.
પોતાનો વિકટ રીતે પસાર થયેલ સમય તેમજ અગવડો કે સ્ત્રોતો નો અભાવ, પોતાની આસપાસ રહેલાં હમઉમ્ર લોકો પરના થાય તેવાં પ્રયાસો કરે છે.
 એક અલગ જ દ્રષ્ટિકોણે તે દુનિયાને જોતો થાય છે જે છે "માનવતા".
પર દુઃખે દુ:ખી, પર સુખે સુખી.
ત્યારે જ જન્મે છે પોતાથી પર બીજા માટે જીવવાની જીદ જે દંભ રહીત અને શુધ્ધ માનવીય લાગણીઓથી તરબોળ હોય છે.
જે માટે સંઘર્ષ તો અનિવાર્ય જ છે.
શ્યામ ની કલમે.
શ્યામ ના હસ્તાક્ષર.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").
ફરાદી-કચ્છ.
🙏🏻મિત્રો મારી કવિતા તેમજ ઈંટરેસ્ટીંગ-રસપ્રદ આટીૅકલો-લેખો માટે નીચે આપેલી લીંકો જોતા રહો.
1⃣
http://prjadeja-shyam.blogspot.com

2⃣
https://www.facebook.com/pg/Prjadeja.shyam

3⃣
http://google.com/+PushparajsinhjiRajendrasinhjiJadeja

4⃣
https://prjadejashyam.wordpress.com

5⃣You Tube link https://www.youtube.com/c/KutchiBawaTalentHub

6⃣મો.9998839490..🙏🅿️

Comments

Post a Comment

Ad