Skip to main content

adcash banner

પોસાશે નહીં

🙏🏻પોસાશે નહીં🙏🏻

આવી જજે તું મોત બની,
ડર નથી એ ક્ષણનો મુને.
કાયર બનીને જીવવું મારે,
એક ક્ષણ પોસાશે નહીં.

લડી લઈશ સંજોગો સામે,
કરી લઈશ હું ખૂદના કામ.
ઝુકાવવાની કોશિશ ના કર,
ઝૂકવું હવે પોસાશે નહીં.

વાત છે હવે અધિપત્યની,
સ્વમાન ની કે આણ ની.
એમ ડરીને કેમ જીવવું મારે,
ડરવું હવે પોસાશે નહીં.

ઉભા કરીશ "શ્યામ" આયુધ ખૂદના,
હરાવવા એ સમય તુને.
બસ બહું થયો અન્યાય તારો,
હારવું હવે પોસાશે નહીં.

ક્ષાત્ર નિયમ કમઁ, ધમઁને જાણું,
કરૂ ઉપાસના ભગવતીની.
પીછેહઠ એ હાર હોય તો,
પીછે હઠવું હવે પોસાશે નહીં..🙏🅿️

🙏🏻મિત્રો તા. 02-01-2011 ના રોજ લખેલી અને આજેય એટલી જ સચોટ રીતે લાગુ પડતી આ મારી કવિતા
 ક્યારેક આવી પડેલા  ઝંઝાવાતી ચક્રવાત સમાન વિપરીત સંજોગો જ્યારે તમને વેર વિખેર કરી ચૂર ચૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી અંદર જન્મ લેતી ક્ષાત્રધમઁ સહજ પ્રતિકારક જીદ્દ કે હઠ એ તમને ચોક્કસ વિજય અપાવે છે.
બસ જરૂર હોય છે થોડી ધીરજ અને પ્રબળ ઈચ્છા શક્તિ સાથે ના પરિશ્રમ ની.
જય માતાજી..🙏🅿️
🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ")
ફરાદી કચ્છ.
https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos/

https://prjadeja-shyam.blogspot.com

prjadeja09490@gmail.com
Twitter.  @prjadeja9490
Mo.9998839490..🙏🏻🅿

Comments

Post a Comment

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

Pmkisan yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Check your beneficiary status Pmkisan yojana 🔊પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિમાં દરેક ગામના લાભાર્થીઓનું લીસ્ટ જોવા માટે આપેલ લિંકમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો ડાયરેકટ નામ ચેક કરો. દરેક ગામનું લિસ્ટ અંહી જોવો.  📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર  ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ➡️Select the state, district, taluka, village in the given link to see the list of beneficiaries of each village...