Skip to main content

Posts

adcash banner

🙏🏻ઇમાનદારી : વેપારમાં ઉચ્ચ મૂલ્યોનો વારસો..🙏🏻

🙏🏻ઇમાનદારી : વેપારમાં ઉચ્ચ મૂલ્યોનો વારસો..🙏🏻 સત્ય ઘટના આધારીત.. હમણાં લગ્નની સિઝન પુરી થઇ. મારા ભાઈના લગ્ન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પુરા થયા હતાં એટલે લગ્નખર્ચનો હિસાબ કરી છુટક લેણાં ચૂકતે કર્યા. મોટા ખર્ચાને પ્રથમથી જ હપતે - હપતે ચુકવવાનું નક્કી કર્યું હતું. લાંબા હિસાબના લીસ્ટને ઓકે કર્યું. આ દરમિયાન લગ્ન જમણવારના અને રાશનના હિસાબના અમુક હપ્તા ચુકવ્યા. આ સમયે મિત્રો  તા. ૩૧-૩-૧૯ એક ફોન આવ્યો. જે ઉપાડ્યો ત્યારે સ્વાભાવિક જ મને લાગ્યું કે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણ થતું હોવાથી કદાચ થોડી રુપિયાની વ્યવસ્થા બાબત હશે તેમ વિચાર્યુ. અને હિસાબ વાત સાંભળતા જ હાલમાં કોઈ વ્યવસ્થા નહીં થઈ શકે તેમ મારી અસમર્થતા દર્શાવી. પરંતુ સામેથી મારા આશ્ર્ચર્ય અને આનંદ વચ્ચે ખરેખર ધ્રુવ તારક સમાન નૈતિકતાની વાત જાણવા મળી. કે તમારા હિસાબમાં ભૂલથી રુ.૫૬૦૦ ની જગ્યાએ રુ.૧૮૦૦૦ ઉધારવામાં આવ્યા હતાં જે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણતા પર છે ત્યારે ફરીથી હિસાબ કરતાં જાણવા મળી. જેની જાણ તમને કરતાં તથા રુ.૧૨૪૦૦ તમારા ખાતામાં જમા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત હિસાબ બાબત અને બાકી રહેલ રકમના ચૂકવણા બાબત પણ નિશ્ર્ચિત રહેવાનું જણાવ

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

રંગપીંછનો કમાલ : મારી ચિત્રકારી - પર્સનલ મેમોરી

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ .   ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!  પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે. બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે. જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે. પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!! શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે?? શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે?? શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે?? આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!! "કુકડીનું મોં ઢેંફલે રાજી" આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે. તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!! જ્

🙏🏻ફરાદી_કચ્છ ના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી : ભાગ-1🙏🏻

🙏🏻ફરાદી_કચ્છ ના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી : ભાગ-1🙏🏻 આજકાલ સમાચારોમાં એક મૂર્તિની ચર્ચા બહું ચાલે છે. પરંતુ આપણે તો અહીં પાળિયાઓની ચર્ચા કરવાની છે. કેમ કે મૂર્તિ તો ગમેતેની  અને ગમે ત્યાં બનાવી શકાય છે. પરંતુ પાળિયા થવા માટે તો લીલા માથા વધેરવાં પડે કે સત લઈ સતી થવું પડે જે જેનાતેના તો કામ નથી જ ને??!!!;;; તો ચાલો આપણે "શ્યામ"ની કલમે ફરાદી-કચ્છ માં આવેલ વિવિધ જ્ઞાતિઓનાં પુજ્ય અને અપુજ એવા પાળિયાઓ    અને તેનાથી જોડાયેલા રોચક અને રોમાંચક ઈતિહાસની ઝાંખી કરીએ.. અતિતમાં ખોવાયેલાં ખમીરને કલમને કસુંબલ કરી અંજલી અર્પીએ.. આ સાથે જ અતિતના ગુમનામી માં ખોવાયેલ ફરાદી-કચ્છનાં ઈતિહાસને તથ્યો અને સાક્ષ્યનાં સંદર્ભમાં ફરી ઉત્ખનન કરીએ. આ કાયઁમાં ઐતિહાસિક તથ્યોથી વાકેફ ગામલોકોનો સહકાર મળી રહેશે તો સોના મા સુગંધ ભરશે.. મારા અનુકૂળ સમયે સંશોધન પશ્ર્ચાત થોડા થોડા ભાગમાં હપ્તાવાર માહિતીને મારા બ્લોગ સાઈટ Https://prjadeja-shyam.blogspot.com https://youtube.com/c/KutchiBawaTalentHub ઉપર મૂકી ઐતિહાસિક ક્ષણોથી અવગત થવાની અભિલાષા છે.. આપની પાસે પણ કોઈ ઐતિહાસિક તથ્યો, લોક કથા, કથનો કે સાક્ષ્ય હોય તો

સારા પુસ્તકો : આત્મબોધ જગાવનાર મિત્રો

🙏🏻 મિત્રો હમણાં દિવાળી કામ ના સમયે ઘર માંથી ખજાનો નિકળ્યો!!! જી હા મિત્રો ખજાનો. આ ખજાનો છે મારા પુસ્તકો નો. વૈવિધ્ય સભર મનગમતા પુસ્તકો વાંચવા નો અતિ શોખ હતો. આ વાંચન ના શોખે કેટલાક ઐતિહાસિક, ધાર્મિક, મામિઁક, સાયન્ટિફિક, તર્કબદ્ધતા ધરાવતા અનેક પુસ્તકો અને તે માટે અનેક લાઈબ્રેરી ને શોધી ને વાંચ્યા અને ખરીદીયા પણ ખરા ને ગીફ્ટ મા પણ ધણા પુસ્તકો આપ્યા. તેમ છતા આ થોડા બચી ગયેલા પુસ્તકો ને જોઈ ને વિચાર આવ્યો કે "તેના જ(પુસ્તકો) વિચારો ને તેમની માટે મુકુ." આ તો ફક્ત એક નાની જલક જ બચી છે મારા પુસ્તક કલેક્શન ની ખજાનો તો ક્યારનો લુંટાવી દિધો. આ વાંચન ના શોખે એક નવી જ દ્રષ્ટિ અને શબ્દ ભંડોળ આપ્યા જીવન ને અલગ દ્રષ્ટિકોણે જોવા. પણ અત્યાર ના સમય માં મોબાઇલ આવ્યા હાથ માં ને જેમ ગામડા ની જુની રમતો લુપ્ત થઈ ગઈ એમ વાંચન નો પણ લોપ થયો. એમા હું પણ આવી જાવું,  પરંતુ હમણાં ફરીથી તે સમય તરફ પગરવ માંડ્યા છે અને આપ સૌ પણ શ્રેષ્ઠ વાંચન નો શોખ કેળવો એવી અભિલાષા સહ..🙏🏻🅿 Https://youtube.com/c/KutchiBawaTalentHub

Ad