ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.
ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!
પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે.
બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે.
જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે.
પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!!
શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે??
શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે??
શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે??
આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!!
"કુકડીનું મોં ઢેંફલે રાજી"
આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે.
તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!!
જ્યારે આંતરમનનું ઊંડાણથી ખેડાણ કરતાં કેટલાય ક્ષાર રુપી બંધનો સપાટી પર ઉભરી આવે છે.
જે મુક્ત અને મુઠીમાં ભરતાં સરકી જતી માટી જેવાં મનોભાવને ઢેંફાની માફક બાંધી રાખે છે.
આ ક્ષારો જેવાકે ઈષાઁ, લોભ, નિરાશા, ક્રોધ વગેરે દૂર કરવાં બહું અઘરા છે.
જે મનને એવાં ઢેંફામાં ફેરવી નાંખે છે જેને બંધન મુક્ત કરવાં ઈશ્ર્વરીય સાનિધ્યના અમીછાંટણાંની જરુર પડે છે.
આ અમીછાંટણાઓથી તરબોળ થવું પડે છે.
ખેતરમાં નિકળતું ઢેંફું હોય કે પછી માનસપટલ પર ઉદભવતું ઢેંફું હોય. પરંતુ તેનું સમાયોજન તો ધુળની માફક વિખેરાઇને પ્રવાહીત થઈ જવામાં જ છે!!
ધુળના ઢેંફાની વ્યથા તો પેલો વર્ષા ઋતુમાં ચાતક નજરે આતુરતાથી આકાશ તરફ મીટ માંડીને પરસેવે રેબઝેબ ખેડૂત અને પરસેવાનાં ટીપાંને જીલતું પેલું ઢેંફું જ જાણે!!!
પ્રથમ વર્ષાના સ્પર્શથી મઘમઘી ઉઠતી જમીન પેલાં ઢેંફા ની ખુશીનો સંદેશ લાગે છે.
ઢેંફું જાણે ખેડૂતનાં મનનું પ્રતિબિંબ રજુ કરતું હોય તેમ કેટલીય વાર ધીમેં ધીમેં ક્ષય પામતું જાય છે.
આખરે ધુળના ઢેંફાની આટલી રામાયણ પછી એકજ પ્રશ્ર્ન મનમાં ઉદભવ્યો કે ધુળના ઢેંફાનું શું કર્યું?!!
"ઢેંફું ભાંગીને ધૂળ કરી"!!!!
|| અસ્તુ ||🙏🏻🅿
ધુળના ઢેંફા પરના નિબંધને મારી સમજણ અને યોગ્યતા મુજબ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
તમે આને વિશાળ ફલક પર વિસ્તારીને પ્રસ્તુત કરી શકો છો.
ગ્રામરની થોડી ભૂલો ક્ષમ્ય ગણજો અને તે તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
જય માતાજી
પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490.
YouTube channel
Kutchi Bawa Talent Hub..🙏🏻🅿
Comments
Post a Comment