ઘોડી અને ઘોડેસવાર : ઝવેરચંદ મેઘાણી ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, મરઘાનેણે માણવા, ખગ વાવા ખડિયા. [એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જાતા હશે ? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય? - બેમાંથી એક માર્ગે; કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કા સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.] કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર, સરજનહારે સરજ્યાં, તીન રતન સંસાર. [પ્રભએુ ત્રણ ર્યાત્ભાનો સંસારમાં સરજ્યાં છે; કોઈ તેજી ઘોડો, કોઈ શૂરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણા નારી. ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.] ભલ ઘોડા, વલ વાંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. [ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય : પછી બહોળા શત્રુ - ઘોડેસવારો પાર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે - મરવું તો એક જ વાર છે ને !] મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાત મંડાણી હતી. કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ...