Skip to main content

adcash banner

વિશ્ર્વ સિંહ દિવસ :The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾🐾🐾

🦁🐾🦁વિશ્વ સિંહ દિવસ🦁🐾🦁

🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન,
પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾
🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે.

🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે.

🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે.

🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા.
🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા.

🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા.

🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે.

🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ.

🐾દિલ્હી-1834
🐾ભાવલપુર-1842
🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870
🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865
🐾પચ્છિમ અરવલ્લી-1880

🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

🦁સિંહોની પ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1936 મા થઇ હતી ત્યારે સિંહોની સંખ્યા 287 નોંધવામા આવી હતી.

🦁મે 2015 મા સિંહોની છેલ્લી વસ્તી ગણતરી કરાતા 523 સિંહોની સંખ્યા જોવા મળી હતી જેમા 2010ની ગણતરી પ્રમાણે 112 સિંહોની વધારો જોવા મળેલો.
👉અત્યારસુધી કરવામા આવેલી આવેલી ગણતરીમા સૌથી વધુ સિંહોની સંખ્યા 2015 મા નોંધવામા આવી હતી.

🦁સિંહોની  વિવિધ વર્ષની સંખ્યા.

1936👉287
1968👉177
2001👉327
2005👉359
2010👉411
2015👉523

🦁2015 પ્રમાણે સિંહોની સંખ્યા.
👉109__નર સિંહ
👉201__માદા સિંહણ
👉213__બાળ સિંહ (બચ્ચા)
👉523=કુલ સિંહોની સંખ્યા*


🦁જિલ્લા દિઠ સિંહોની સંખ્યા*
જુનાગઢ._______268
અમરેલી._______174
ગિર સોમનાથ.___44
ભાવનગર.______37

🦁સિંહ, સાવજ, ઉનિયો વાઘ, કેશરી બબ્બર શેર, ASIATIC LION તરીકે ઓળખાતા જંગલના રાજા હવે લુપ્ત થવાની આરે પહોંચી ગયા છે

🦁 1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,
🐯વાઘની ઘટતી સંખ્યા ને કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને વાઘને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો અપાયો હતો.

🦁🦁🦁🦁🦁🦁🐾🐾🐾🐾🐾🐾

સિંહ વિશે ભગવદ્ગોમંડલ શું કહે છે.🐾🐾🐾🐾

   🦁હિંસા કરનાર પ્રાણી. પુરાણમાં કહેલું છે કે, ક્રોધવશાની પુત્રી શાર્દૂલાને પેટે આ હિંસક જાતિ ઉત્પન્ન થઈ છે. બધાં પ્રાણીઓમાં તે વધારે શક્તિમાન, ઉદાર અને માનવાળો હોઈને વનરાજ કે પશુઓનો રાજા કહેવાય છે. ઇરાન, હિંદ અને આફ્રિકાનાં ગરમ જંગલોમાં આ પ્રાણી થાય છે.

 🦁તેને મૃગૈંદ્ર, પંચાસ્ય, હર્યક્ષ, કેસરી, ચિત્રકાય, મૃગદ્વિષ, હરિ, મૃગરિપુ, મૃગદ્રષ્ટિ, મૃગાશન, પુંડરીક,પંચનખ, કંઠીરવ, મૃગપતિ, પંચાનન, પલલભક્ષ પણ કહે છે.
🦁સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો.

🦁 ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા.
🦁ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે.

  🦁મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે.

🦁સૌરાષ્ટમાં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિયા અને આફ્રિકામાં માલૂમ પડે છે.

🦁એશિયામાં અમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨(હાલ ની સંખ્યા 523) સિંહો છે.

🦁સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે.

  🦁ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને 🦁વેલિયા કે 🦁વેલર અને ઊંચા દેહવાળાને 🦁ગધૈયા એવાં નામ આપ્યાં છે.
🦁એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે.
🦁આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે.

🦁 સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે.
રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે.

 🦁 છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે.

🦁સિંહને એશિયાના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. એશિયન સિંહની કેશવાળી આછી ને પૂર્ણ વિકસિત દશામાં છેડેથી કાળી હોય છે.
🦁સેનિગાલના સિંહોને યાળ હોતી નથી. નાકથી પૂછડીના છેડા સુધી સિંહ નવ ફૂટથીયે લાંબો ને લગભગ ૫૦૦ રતલ વજનનો હોય છે. માદા નર કરતાં એકાદ ફૂટ નાની હોય છે. બંનેની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે; જેમાં શિંગડા જેવો સખત કાંટો હોય છે.

  🦁સિંહને હિંદીમાં શેર બબર, ગુજરાતમાં ઊંટિયો વાઘ ને સોરઠમાં સાવજ કહે છે. તે રેતાળ, સપાટ ને ખડકાળ તથા થોર અને પાણી કાંઠે ઊંચા ઘાસવાળી ખુલ્લી ભૂમિમાં વસે છે.

🦁અધિક બળવાન ને અતિશય હિંમતવાન તથા સાંકડી જગ્યામાં યે આસાનીથી સારું કૂદી શક્તો હોવા છતાં સિંહ વાઘ જેટલો ચપળ નથી. વળી ખુલ્લામાં સામે મોંએ મોં-ફાડીને હુમલો કરવાની તથા હંમેશા ધોરી માર્ગે જ આવજા કરવાની તેની ટેવ શિકારીને ઘણી અનુકૂળ નીવડે છે.

🦁દિવસ આખો એ ટાઢે છાંયે આરામ લે છે ને ગોરજ ટાણે ઊભા થઈ શિકારની શોધમાં નીકળે છે ત્યારે ગર્જનાઓ કરતા રહેવાની તેને ટેવ છે. તેનો ડણકવાનો સમય સાંજ અને ભળકડું ખાસ છે, છતાં રાતમાં તેઓ ડણકતા સાંભળવામાં આવે છે.

 🦁તેની ગર્જના મેઘગર્જના જેવી અત્યંત મોટી અને ગંભીર હોય છે. તેઓની ચોક્કસ પ્રજનન ઋતુ નથી, પરંતુ ગીરમાં વધારે ભાગમાં સિંહસિંહણોનો સંયોગ ઓકટોબર નવેંબર માસમાં થાય છે અને સિંહણો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે.

🦁જે બચ્ચાંનો જન્મ વર્ષાઋતુ દરમિયાન થાય તેઓ ઘણે ભાગે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની અછતને લઈ લાંબું નભતાં નથી.

🦁સિંહણ જ્યારે અઢી ત્રણ વર્ષની થાય ત્યારે જુવાનીમાં આવે છે અને એ અરસામાં તે બચ્ચાંને જન્મ આપે છે. તેનો ગર્ભાધાનનો સમય ચારેક માસનો છે. સિંહણ એકી સાથે બે બચ્ચાંને જન્મ આપે છે પણ ક્યારેક તેમાં એકાદનો વધારો પણ દેખાઈ આવે છે.

🦁બે વિયાજણ વચ્ચે ઓછામાં ઓછું દોઠ કે બે વરસનું અંતર હોય છે. એક વર્ષે બચ્ચાંના દુધિયા દાંત પડી બીજા આવવા શરૂ થાય છે. બચ્ચાંના ઉછેરમાં સિંહ પણ પૂરતો ભાગ લે છે અને આખા કુટુંબનું પોષણ કરે છે.

🦁સિંહ અને 🐯વાઘનો સંયોગ કરાવીને લાઈગર🐾 નામની વર્ણસંકર પ્રજા પણ ઉપજાવાઈ છે.🐅🐆

👍થોડી કહેવતો ને રૂઢીપ્રયોગો જોઈએ.

1️⃣ સિંહ કે શિયાળ ? = ફતેહના સમાચાર કે મોકાણના ? ફતેહ થઈ કે નાસીપાસી થઈ એમ પૂછતાં આ રૂઢિ વપરાય છે. જવાબમાં સામો માણસ જો ફતેહ થઈ હોય તો સિંહ એમ કહે છે ને જો નાસીપાસી મળી હોય તો શિયાળ એમ કહે છે.
 2️⃣સિંહનું બચ્ચું = બહાદૂર; મર્દ..

3️⃣ સિંહને વનનો ઓથ ને વનને સિંહનો ઓથ = નાના મોટાને એકબીજાનો સહકાર હોવાપણું.

🦁🐾Save Lion, Save Gir, Save Environment..🐾🐾🐾🦁

1⃣Https://youtube.com/c/KutchiBawaTalentHub

2⃣https://prjshyam.blogspot.com

3⃣https://m.facebook.com/KutchiBawaTalenthub

4⃣https://instagram.com/Kbthub@gmail.com
🦁https://youtube.com/c/KutchiBawaTalentHub
🦁નોંધ:-રેફરન્સ સોશિયલ મીડિયા નેટવર્ક, સરકારી વેબસાઈટ તેમજ ગીર પ્રવાસના અનુભવો માંથી સાભાર..🐾









Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પા

मृत्यु अटल है लेकिन अटल अमर है

🙏🏻दुःखद... मै निशब्द हुं, मै शुन्य मे हुं, लेकीन भावनाओं का ज्वार उमड रहा है। 🙏🏻मृत्यु अटल है लेकिन अटल अमर है🙏🏻 भारतरत्न औरपूर्व प्रधानमंत्री एवं भारतीय राजनीतिके भीष्म पितामह अटल बिहारी वाजपेयी का aiims हॉस्पिटल में निधन। 🙏🏻जानें इनका राजनीतिक सफ़र🙏🏻 भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी का 16 अगस्त 2018 को दिल्ली के एम्स में शाम 05 बजकर 05 मिनट पर निधन हो गया. अटल बिहारी वाजपेयी को गुर्दा (किडनी) की नली में संक्रमण, छाती में जकड़न, मूत्रनली में संक्रमण आदि के बाद 11 जून 2018 को एम्स में भर्ती कराया गया था. अटल बिहारी वाजपेयी के निधन पर पीएम मोदी का ट्वीट: मधुमेह से पीड़ित वाजपेयी का एक ही गुर्दा काम करता था. हालांकि, इन सबमें डिमेंशिया से भी अटल बिहारी वाजपेयी सबसे ज्यादा पीड़ित थे. 🙏 डिमेंशिया क्या है?🙏 डिमेंशिया किसी खास बीमारी नहीं, बल्कि एक अवस्था है. डिमेंशिया में इंसान की याददाश्त कमजोर हो जाती है और वह अपने रोजमर्रा के काम भी ठीक से नहीं कर पाता है. डिमेंशिया से पीड़ित लोगों में लघु याददाश्त जैसे लक्षण भी देखने को मिलते हैं. अकसर लोग डिमेंशिया को सिर्फ एक भ