Skip to main content

Posts

Showing posts from November, 2018

adcash banner

રંગપીંછનો કમાલ : મારી ચિત્રકારી - પર્સનલ મેમોરી

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ .   ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!  પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે. બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે. જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે. પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!! શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે?? શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે?? શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે?? આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!! "કુકડીનું મોં ઢેંફલે રાજી" આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે. તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!! જ્...

🙏🏻ફરાદી_કચ્છ ના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી : ભાગ-1🙏🏻

🙏🏻ફરાદી_કચ્છ ના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી : ભાગ-1🙏🏻 આજકાલ સમાચારોમાં એક મૂર્તિની ચર્ચા બહું ચાલે છે. પરંતુ આપણે તો અહીં પાળિયાઓની ચર્ચા કરવાની છે. કેમ કે મૂર્તિ તો ગમેતેની  અને ગમે ત્યાં બનાવી શકાય છે. પરંતુ પાળિયા થવા માટે તો લીલા માથા વધેરવાં પડે કે સત લઈ સતી થવું પડે જે જેનાતેના તો કામ નથી જ ને??!!!;;; તો ચાલો આપણે "શ્યામ"ની કલમે ફરાદી-કચ્છ માં આવેલ વિવિધ જ્ઞાતિઓનાં પુજ્ય અને અપુજ એવા પાળિયાઓ    અને તેનાથી જોડાયેલા રોચક અને રોમાંચક ઈતિહાસની ઝાંખી કરીએ.. અતિતમાં ખોવાયેલાં ખમીરને કલમને કસુંબલ કરી અંજલી અર્પીએ.. આ સાથે જ અતિતના ગુમનામી માં ખોવાયેલ ફરાદી-કચ્છનાં ઈતિહાસને તથ્યો અને સાક્ષ્યનાં સંદર્ભમાં ફરી ઉત્ખનન કરીએ. આ કાયઁમાં ઐતિહાસિક તથ્યોથી વાકેફ ગામલોકોનો સહકાર મળી રહેશે તો સોના મા સુગંધ ભરશે.. મારા અનુકૂળ સમયે સંશોધન પશ્ર્ચાત થોડા થોડા ભાગમાં હપ્તાવાર માહિતીને મારા બ્લોગ સાઈટ Https://prjadeja-shyam.blogspot.com https://youtube.com/c/KutchiBawaTalentHub ઉપર મૂકી ઐતિહાસિક ક્ષણોથી અવગત થવાની અભિલાષા છે.. આપની પાસે પણ કોઈ ઐતિહાસિક તથ્યો, લોક કથા, કથનો કે સાક્ષ્ય હોય...

Ad