Skip to main content

Posts

Showing posts from September, 2018

adcash banner

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો. ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો. લોકજીવનનાં રંગ, ઉમંગ અને વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ એટલે તરણેતરનો મેળો. ભાદરવા સુદ 4-5-6 એમ ત્રણ દિવસનું લોક સંસ્કૃતિનું નમુનારુપ નજરાણું એટલે તરણેતરનો મેળો. તો ચાલો આપણે જાણીએ તરણેતરના મેળાનો ઈતિહાસ કાબીલ કલમના કસબી એવા મારા પરમમિત્ર ધમઁરાજસિંહ વાઘેલા(છબાસર) _"અજાન"ની કલમે. "ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક  નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ" https://youtube.com/c/KutchiBawaTalentHub   મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો  છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.  આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે.... "નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ; ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ; વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ." આમ આ પાંચાળનો મોટો

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏

🙏કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા🙏 🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡🗡 જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો. અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો. આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂ

Ad