🙏🏻જીવી લે🙏
🙏જીવી લે હવે તું મન ભરીને,
ક્યાં સુધી મારીશ ખુદ થી ખુદ
ને.
બહાર નીકળ તું ચક્રવ્યૂહ તોડી,
ખૂદના બંધન છોડી ને.
ભાગ નહીં ભ્રમણાઓ ડરથી,
જીવન તક છે સંભાવનાઓ ની.
વિપતને તુ ઘોળીને પીજે,
સમય સંજોગ ઝુકાવીને.
આપ પડકાર તું ખુદ ના ખુદ ને,
નજર થી નજર મિલાવી ને.
જીદ ઊભી કર કિન્નાખોરી થી,
હાર ને જીત માં પલટાવી ને.
હવે જીવી લે "શ્યામ" આનંદ મંગલમાં,
ખુદ ના દદઁ વિસરાવી ને..🙏🅿️
મિત્રો હું પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
તા. 15-09-2017 ના રોજ ગાંધીનગર ખાતે હતો ત્યારે દરેક ના જીવનમાં આવતા જ હોય એવા એક વિકટ સમય માંથી પસાર થતો હતો.
અનેક હદય વલોવી નાંખતા વલોપાત મન માં ચાલતાં હતાં તો ઘણાં અનિશ્ચિત ભાવિ ના ભણકારા કાલ્પનિક રીતે મન ને વિચલિત કરી મૂકતા હતાં.
આ સમય દરમ્યાન તા. 15-09-2017 ના રોજ શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ - ગાંધીનગર ખાતે મોટીવેશનલ સ્પીકર પ્રો. દીપક ભાઈ તેરૈયા સાહેબ ઊફઁ "ઉદ્દીપક" ના જીવનરસ થી તરબોળ વક્તવ્ય પછી અને તેમની સાથે થયેલ સંવાદ પછી એક વાત ખુદ ની ખુદ થી કરી - સેલ્ફ ટોક અને એક જાણે નવી જ ઊજાઁ નો સંચાર થયો.
આ સમય દરમિયાન મહાભારત નું આધ્યાત્મ જ્ઞાન અને શ્રી કૃષ્ણ નું આધ્યાત્મ જ્ઞાન જયદેવ લિખિત વાંચવા નો મોકો મળ્યો અને થયો ચમત્કાર!!!
જીવન ને નવા જ દ્રષ્ટિકોણે જોવાની સમજ મળી ગઈ હતી.
આજ રાત્રે આ કવિતા નું સજઁન એજ ભાવ સભર ઊર્મિઓ થી એક સરસ મજાની રચના નો જન્મ થયો.
જે ઘણા અંશે વધુ કે ઓછા પ્રમાણમાં સૌને લાગુ પડશે.
કે"જીવી લે હવે તું મન ભરીને..🙏🅿️

Lage raho bhai
ReplyDelete