https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA
🙏🏻
પિતા બનવાનો રોમાંચિત આનંદ.
મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો.
આ સમાચાર મળ્યા ત્યારે
આ સમય દરમિયાન મારે એક પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો.
આ સમયે મળેલ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો.
આમતો દરેક વ્યક્તિ જે પિતા બનતો હોય છે ત્યારે તેને રોમાંચક આનંદ તો હોય જ છે.
પણ હું મારી કલમે મારા ઊર્મિ ભાવો ને આપ સમક્ષ રજુ કરી રહ્યો છું જે કદાચ આપને પણ આપની જીંદગી ના એ રોમાંચક સફર ની યાદ અપાવી દે તેવું મારું માનવું છે.
શરુઆત કોઈ તાદ્રશ્ય રુપક થી કરીએ તો મઝા આવશે થોડા ગહન મનો મંથન ની.
જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. તેમ,
મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે એક અદ્ભુત આનંદ હોય તો સામે સુદ્ઢ જવાબદારી અને અમારી પાછળ પોતાનું સવઁસ્વ આપનાર મારા માતા-પિતા નું સ્મરણ જાણે હર પલ થતું રહે છે.
તેમણે ભોગવેલી તકલીફો નો તાપ અને અમને પણ તપાવી ને કંચન બનાવ્યા.
જે કોઈ પણ તકલીફ, વિપત્તિ, અણગમતા સમય સામે સાતત્ય પૂર્ણ અડગ મનોબળ સાથે સંઘર્ષ કરવો પણઁ શરણાગતિ નહીં સ્વીકારવાની શિક્ષા આપી.
તેમજ ઉચ્ચ માનવીય સંવેદના સાથે ઉચ્ચ નૈતિકતા ના મૂલ્યો તેમજ જ્યાં હોય ત્યાં આસપાસ ના લોકો ને કાયમ ઉપયોગી થતાં રહેવાની અને જીવન ને બહુઆયામ દ્રષ્ટિકોણે જોવા ની પોઝીટીવ રહેવા ની સમજ આપી.
વંદન મારા માતા-પિતા ને🙏🏻🅿.
આ સમયે મને 2011 માં મેં લખેલી મારી કવિતા યાદ આવી ગઈ જે મારા વતન ફરાદી-કચ્છ પર આધારિત હતી અને જેનું શિષઁક હતું- "મારુ વતન".
આમતો આ કવિતા થોડી મોટી છે પત તેની થોડી લાઈનો અહીં લખવા માંગીશ.
*"મારું વતન"*
ફરાદી ગામનો વતની હું,
જ્યાં માનવતા આજે મળે છે.
"રાજભા" તેમાં નામ ન્યારુ છે,
મને મારું વતન પ્યારું છે.
લાખ સલામો એ નર-નારી ને,
કહે "શ્યામ" આજ પોકારી ને.
જીવતાં શીખવ્યું જેણે અમોને,
કોટી વંદન માત-પિતા તમોને.
આ કચ્છી નામ એ ન્યારું છે.
મને મારું વતન પ્યારું છે.
આજે મારી પિતા બનવાની ખુશી એ મને મારા પિતાશ્રી તેમજ તેઓના જીવન ઝરમર ને આંખો પાસેથી પસાર થતાં જોયું.
માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય અમ સૌની સાથે રહે અને જીવનમાં ફરીથી ખૂશીઓ ની બહાર ખીલી ઊઠેં તેવી પ્રાર્થના સહ..
*પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").*
ફરાદી-કચ્છ.
મો. 9998839490.
બ્લોગ - prjadeja-shyam.blogspot.in.
યુ ટ્યુબ ચેનલ-https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA
ફેસબુક પેજ - https://www.facebook.com/pg/Prjadeja.shyam
ગુગલ પ્લસ પેજ-http://google.com/+PushparajsinhjiRajendrasinhjiJadeja
ટ્વિટર - @prjadeja9490
બ્લોગ -https://prjadejashyam.wordpress.com .🙏🅿️

Comments
Post a Comment