🙏🏻પોસાશે નહીં🙏🏻
આવી જજે તું મોત બની,
ડર નથી એ ક્ષણનો મુને.
કાયર બનીને જીવવું મારે,
એક ક્ષણ પોસાશે નહીં.
લડી લઈશ સંજોગો સામે,
કરી લઈશ હું ખૂદના કામ.
ઝુકાવવાની કોશિશ ના કર,
ઝૂકવું હવે પોસાશે નહીં.
વાત છે હવે અધિપત્યની,
સ્વમાન ની કે આણ ની.
એમ ડરીને કેમ જીવવું મારે,
ડરવું હવે પોસાશે નહીં.
ઉભા કરીશ "શ્યામ" આયુધ ખૂદના,
હરાવવા એ સમય તુને.
બસ બહું થયો અન્યાય તારો,
હારવું હવે પોસાશે નહીં.
ક્ષાત્ર નિયમ કમઁ, ધમઁને જાણું,
કરૂ ઉપાસના ભગવતીની.
પીછેહઠ એ હાર હોય તો,
પીછે હઠવું હવે પોસાશે નહીં..🙏🅿️
🙏🏻મિત્રો તા. 02-01-2011 ના રોજ લખેલી અને આજેય એટલી જ સચોટ રીતે લાગુ પડતી આ મારી કવિતા
ક્યારેક આવી પડેલા ઝંઝાવાતી ચક્રવાત સમાન વિપરીત સંજોગો જ્યારે તમને વેર વિખેર કરી ચૂર ચૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી અંદર જન્મ લેતી ક્ષાત્રધમઁ સહજ પ્રતિકારક જીદ્દ કે હઠ એ તમને ચોક્કસ વિજય અપાવે છે.
બસ જરૂર હોય છે થોડી ધીરજ અને પ્રબળ ઈચ્છા શક્તિ સાથે ના પરિશ્રમ ની.
જય માતાજી..🙏🅿️
🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ")
ફરાદી કચ્છ.
https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos/
https://prjadeja-shyam.blogspot.com
prjadeja09490@gmail.com
Twitter. @prjadeja9490
Mo.9998839490..🙏🏻🅿

Nice poem bro
ReplyDelete