🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻 સૌરાષ્ટ્રની રસધારા - આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે, https://www.youtube.com/c/KutchiBawaTalentHub નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે. જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે, કવિએ અટલે તો કહ્યું છે..., "ધડ ધીગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પુજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું." ભગવાન સોમનાથના સાનિધ્યમા જેમનું...